________________
૯૬
શંકા-સમાધાન
શંકા- ૨૨૬. ભગવાન મહાવીરને સર્વપ્રથમ ગોવાળિયાનો ઉપસર્ગ આવ્યો, ત્યારે ઇન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે પ્રભુ ! આપને બાર વર્ષ સુધી ઘણા ઉપસર્ગો થશે. તેથી બાર વર્ષ સુધી વેયાવચ્ચ માટે આપની પાસે હું રહું.' આથી ભગવાને કહ્યું: “હે દેવેન્દ્ર ! આ ક્યારેય થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે તીર્થકરી દેવેન્દ્રની સહાયથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરે. તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે છે.”
અહીં પ્રશ્ન થાય કે જો તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે તો જયારે મેઘમાળીએ ઉપસર્ગ કયો ત્યારે ધરણેન્દ્ર કેમ સહાય કરી ? એ દેવસહાય મળી છતાં પાર્શ્વનાથ તીર્થંકર પદ કેમ પામ્યા?
સમાધાન– સહાયની અપેક્ષા રાખવી અને ભક્ત સહાય કરે, એ બંને ભિન્ન છે. તીર્થકરો ક્યારે પણ કોઈની પણ સહાયની અપેક્ષા રાખતા નથી. આથી જ મહાવીર ભગવાને ઈન્દ્રને સહાયની ના પાડી. પણ ભક્તની એ ફરજ છે કે, ભગવાનને આવતા ઉપસર્ગોમાં સહાય કરવી. આથી જ ભગવાન મહાવીરે સહાયની ના પાડી હોવા છતાં મરણાંત ઉપસર્ગને રોકવા માટે ઈન્દ્ર વ્યંતર દેવને પ્રભુની વેયાવચ્ચ કરવા માટે રાખ્યો હતો. તે જ રીતે મેઘમાળીએ ઉપસર્ગ કર્યો, ત્યારે ધરણેન્દ્ર પાર્શ્વનાથ ભગવાનને સહાય કરી હતી.
આમ તીર્થકરો કોઈનીય સહાયની અપેક્ષા રાખતા ન હોવાથી સ્વપરાક્રમથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. માટે જ કલ્પસૂત્રમાં આવે છે કે ભગવાન મહાવીર જે કોઈ ઉપસર્ગો આવે છે તેને સહન કરે છે, એટલે કે ઉપસર્ગોનો ભય રાખતા નથી, ઉપસર્ગ કરનાર ઉપર ક્રોધ કરતા નથી, દીનતા કરતા નથી અને ચલિત બનતા નથી. આથી તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે.
શંકા- ૨૨૭. તીર્થંકર પરમાત્માના જન્મ સમયે તીર્થકર નામકર્મના પુદ્ગલસ્કંધો સમસ્ત વિશ્વમાં વીજળી વેગે વ્યાપી જાય છે. તેની આકર્ષણશક્તિથી ઇન્દ્રના પર્વત જેવા નિશ્ચલ પણ સિંહાસનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org