________________
૯૪
શંકા-સમાધાન
વગેરે ફણાઓ રાખવાની અને સવારના પ્રતિક્રમણમાં સકલ તીર્થ સૂત્ર બોલવાની આચરણા પ્રમાણરૂપ છે. અપ્રમાણરૂપ નથી.
શંકા- ૨૨૪. (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાનને આવેલા ઉપસર્ગનું નિવારણ કર્યા પછી ધરણેન્દ્ર પોતાના સ્થાને જતા રહ્યા હતા. તો પછી પ્રતિમામાં ધરણેન્દ્રને કાયમ માટે સાથે રાખવાનું શું કારણ? (૨) ઉપસર્ગ નિવારણ વખતે કેટલી ફણા હતી ? (૩) ઉપસર્ગ થયો ત્યારે ભગવાન ક્યાં હતા ? (૪) ભગવાનનો આત્મા અલગ હતો અને ધરણેન્દ્રનો આત્મા અલગ હતો. તો બે આત્માઓને એક જ પ્રતિમામાં શા માટે દેખાડવામાં આવે છે ? (૫) ફણા પ્રતિમાની સાથે અવશ્ય જોઈએ ? (૬) ફણા પૂજનીય ખરી ? (૭) ફણા ધરી ત્યારે ભગવાન કાઉસ્સગ્ગ મુદ્રામાં હતા, તો પદ્માસનમુદ્રામાં ફણા શા માટે ? (૮) ફણા ભગવાનના મસ્તક પર હતી, ભગવાન ફણા ઉપર બિરાજમાન થયા ન હતા તો કોઈ સ્થળે ભગવાન ફણા ઉપર બિરાજમાન બતાવ્યા છે તેનું શું કારણ ?
સમાધાન– (૧) ધરણેન્દ્ર ઉપસર્ગ નિવારીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની ઉત્તમ ભક્તિ કરી હતી એની સ્મૃતિ માટે પ્રતિમામાં ધરણેન્દ્રને કાયમ માટે સાથે રાખવામાં આવે છે. (૨) ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રમાં કહ્યું છે કે- “ધરણેન્દ્ર તેમના
ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા નાળવાળું એક સુવર્ણકમલ વિકુવ્યું. પછી તે ધરણેન્દ્ર પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુના મસ્તકે છત્ર કર્યું.”
શ્રી સતિશતક સ્થાનક નામના ગ્રંથમાં લખ્યું છે કે “શ્રી પાર્શ્વનાથ સ્વામીએ કમઠ નામના તાપસની ધૂણીના કાષ્ઠમાંથી બળતા સર્પને કઢાવી નવકારમંત્ર સંભળાવી ધરણેન્દ્ર બનાવ્યો. તે ઉપકારની સ્મૃતિમાં ભક્તિથી ધરણેન્દ્ર શ્રી પાર્શ્વનાથ સ્વામી ઉપર ત્રણ, સાત કે અગિયાર ફણાઓ ધારણ કરે છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org