________________
८८
શંકા-સમાધાન સમાધાન– ડોનેશન આપનારે રાત્રિભોજન અને અભક્ષ્મભક્ષણ વગેરે ન થાય એ શરતે જ ડોનેશન આપવું જોઇએ. આવી શરત કર્યા પછી ડોનેશન આપે છતાં રાત્રિભોજન વગેરે થાય તો ડોનેશન આપનારને દોષ ન લાગે. આમ છતાં બીજી વાર તે કાર્યકર્તાઓને ડોનેશન ન આપવું જોઇએ. આવી ટ્રેનોમાં અભક્ષ્યભક્ષણ વધારે થતુ હોય છે. કારણ કે રસોઈ કરનારાઓને અને રસોડું સંભાળનારાઓને અભક્ષ્યભક્ષણનું પૂરું જ્ઞાન જ હોતું નથી. અલબત્ત કોઇક યાત્રાળુ બહાર જઈને રાત્રિભોજન કે અભક્ષ્યભક્ષણ કરી આવે એ વસ્તુ જુદી છે પણ સામુદાયિક રસોડામાં રાત્રિભોજન કે અભક્ષ્યભક્ષણ જરા પણ ન થવું જોઈએ. જ્યાં આ નિયમનું ચુસ્તપણે પાલન ન થાય ત્યાં ડોનેશન આપે તો ડોનેશન આપનારને પણ દોષ લાગે. કેમ કે ડોનેશન આપનારે ડોનેશન આપીને તે પાપને પ્રોત્સાહન આપ્યું ગણાય. ધર્મ ભલે થોડો થાય, પણ શુદ્ધ થવો જોઇએ. યાત્રા કરાવવાની ભાવના સારી છે પણ અશુદ્ધ યાત્રા થાય તે સારી નથી. જિનાજ્ઞા વિરુદ્ધ થાય છે એમ જાણવા છતાં ડોનેશન આપે તો ડોનેશન આપનારને પુણ્ય બંધાય પણ પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. પુણ્યાનુબંધી પુણ્ય તો જિનાજ્ઞા મુજબ ધર્મ કરવાથી બંધાય. સમાજમાં નામ આવે, માન-સન્માન મળે, એ માટે જેઓ ડોનેશન આપે છે તેમને તો પ્રાયઃ વિધિ-અવિધિઓ કે શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર ન હોય. કાળજી રાખવા છતાં અનિવાર્ય સંયોગોમાં કે અનુપયોગ આદિથી
ક્યારેક રાત્રિભોજન જેવું (પાંચ-દશ મિનિટ મોડું) થઈ જાય, તો કાર્યકર્તાઓએ અને રાત્રિભોજન કરનારાઓએ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરી લેવી જોઇએ. શંકા- ૨૧૭. અષ્ટાપદ તીર્થનું સ્વરૂપ કેવું છે ? સમાધાન– વિવિધ તીર્થકલ્પ ગ્રંથમાં જણાવ્યું છે કે અયોધ્યાનગરીથી ઉત્તર દિશામાં બાર યોજન (૩૮,૪૦૦ માઇલ) દૂર અષ્ટાપદ તીર્થ આવેલું છે. અષ્ટાપદ પર્વત આઠ યોજન ઊંચો છે. શ્રી આદિનાથ ભગવાન આ પર્વત ઉપર ૧૦ હજાર મુનિઓની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org