________________
૬૮
શંકા-સમાધાન
ધન વગર પ્રતિષ્ઠા વગેરે અનુષ્ઠાનો ન જ થાય એવું નથી. આવા અનુષ્ઠાનો ભવ્ય આડંબરથી કરવા હોય તો વધારે ધન જોઇએ. આડંબર વિના સાદગીથી કરવામાં આવે તો અતિશય અલ્પ ધનથી થઈ જાય. તેટલું ધન તો નીતિનું હોય. હા, કોઇએ પહેલાં અનીતિનું ધન મેળવ્યું હોય, પાછળથી તેને એમ થાય કે મેં આ ખોટું કર્યું છે, એ બદલ મનમાં પશ્ચાત્તાપ થાય તથા હવે પછી અનીતિ ન કરવાનો નિર્ણય કરે. આવો જીવ પૂર્વે મેળવેલું અનીતિનું ધન પ્રાયશ્ચિત્તરૂપે ધર્મમાં વાપરે તો તે કંઈક ઉચિત ગણાય. પણ વારંવાર અનીતિ કરે અને અનીતિ કરવા બદલ હૃદયમાં જરાય દુઃખ ન હોય તેવા માણસો ધર્મમાં અનીતિનું ધન વાપરે તો તે ઉચિત નથી. ધર્મના સ્થાનોમાં અનીતિનું ધન વાપરવાથી ધર્મસ્થાનો દૂષિત બને છે. ધર્મમાં અનીતિનું ધન વાપરવાથી ધર્મ દૂષિત બને છે. થોડું પણ ઔષધ શુદ્ધ હોય તો આરોગ્યને કરે છે. ઘણું પણ ઔષધ અશુદ્ધ ભેળસેળવાળું હોય તો આરોગ્ય ન કરે. માટે જ મહાપુરુષો કહે છે કે ધર્મ કરવામાં આશયશુદ્ધિ અને સાધનશુદ્ધિ હોવી જોઇએ. એક મહાપુરુષે સ્પષ્ટ કહ્યું છે કે “વ્યવહાર શુદ્ધિથી (નીતિથી) રહિત ધનથી કરેલો ધર્મ ખારા પાણીથી સીચેલા વૃક્ષની જેમ વિસ્તારને પામતો નથી.”
શંકા- ૧૭૮. કોઈ શ્રાવક મહોત્સવ આદિના સાધારણ ખર્ચને પહોંચી વળવા દશ લાખ વગેરે મોટી રકમ આપે તો તેને એક પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ આપી શકાય ?
સમાધાન ન આપી શકાય. કારણ કે પ્રતિષ્ઠાની રકમ દેવદ્રવ્ય ગણાય. એ દેવદ્રવ્યનો જો મહોત્સવ આદિમાં ઉપયોગ થાય, તો નીચેના ક્ષેત્રમાં તેનો ઉપયોગ થયો ગણાય. જેમ કે સાધર્મિક વાત્સલ્યમાં, વિધિકાર વગેરેને આપવામાં એ રકમનો ઉપયોગ થાય. આથી એ બધામાં દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો ગણાય. જો પ્રતિષ્ઠાની બોલી બોલાવી હોત તો તેની રકમ દેવદ્રવ્યમાં જાત. બોલી ન બોલાવી અને દશ લાખ આપ્યા, એ નિમિત્તે તેને પ્રતિષ્ઠાનો લાભ આપ્યો. તેથી દેવદ્રવ્યના ભોગે એ રકમનો સાધર્મિક વાત્સલ્ય વગેરેમાં ઉપયોગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org