________________
શંકા-સમાધાન
અજ્ઞાનતાનું ભાન કરાવે છે. ટ્રસ્ટીઓએ-કાર્યકર્તાઓએ દહેરાસરમાં લગ્ન વગેરેની પત્રિકાઓ ન મૂકવાનું બોર્ડ લગાવવું જોઇએ.
શંકા- ૧૩૪. ઘણા શ્રાવકો મકાનનું વાસ્તુ અને લગ્નપ્રસંગ વગેરે સાંસારિક પ્રસંગોની આમંત્રણ પત્રિકાઓ દેરાસરમાં મૂકે છે, તે યોગ્ય છે ?
૫૨
સમાધાન– આ જરાય યોગ્ય નથી. અજ્ઞાની શ્રાવકો આવું કરતા હોય છે. જે શ્રાવકો જૈન કુળમાં જન્મવા છતાં સાધુઓનો પરિચય રાખતા નથી, ઉપદેશ સાંભળતા નથી, તેઓ અજ્ઞાન રહે છે. એથી આવી ઘણી ઘણી પ્રવૃત્તિઓ આજે થતી જોવા મળે છે.
શંકા-૧૩૫. જિનમંદિરના મુખ્ય દરવાજા આગળપ્રભાવના વેચવામાં (=આપવામાં) આવે તો એ પ્રભાવના શ્રાવકોથી વાપરી શકાય ?
સમાધાન– એ પ્રભાવના ઉપર પ્રભુની દૃષ્ટિ ન પડે એટલા માટે ત્યાં પડદો વગેરે કરીને પ્રભાવના વેચવામાં આવે તો એ પ્રભાવના શ્રાવકોથી વાપરી શકાય. મૂળ હકીકત એ છે કે ખાવાની જે વસ્તુ ઉપર પ્રભુની દૃષ્ટિ પડે તે વસ્તુ શ્રાવકથી ન વાપરી શકાય.
શંકા- ૧૩૬. દેરાસરમાં દાખલ થતાં પગ લુંછવા માટેના પગ લુંછણિયા સાધારણમાંથી લેવાય કે દેવદ્રવ્યમાંથી ?
સમાધાન—સાધારણ ખાતામાંથી લેવાય, દેવદ્રવ્યમાંથી નજ લેવાય. શંકા- ૧૩૭. દેરાસરના રંગમંડપની બહારના ભાગમાં બરાબર વચ્ચે લાઇટ કે દીવો મૂકી શકાય ? કે સાઇડમાં મૂકવો જોઇએ ? વચમાં હોય તો કોઇ દોષ ખરો ?
સમાધાન- શાસ્ત્રની દૃષ્ટિએ સાઇડમાં કે વચ્ચે મૂકવામાં કોઇ દોષ નથી. મંદિરમાં લાઇટનો ઉપયોગ ટાળવો જોઇએ. દીવા વાપરવા જોઇએ. કોઇને ઝાળ લાગી ન જાય, એ રીતે દીવા મૂકી શકાય.
શંકા- ૧૩૮. દેરાસરના ગભારામાં રહીને પ્રક્ષાલ, પૂજા આદિ ભગવાનની ભક્તિ કરવાનું ચાલુ હોય ત્યારે તે ભક્તિ કરવાનું છોડીને રંગમંડપમાં રહેલા ગુરુમુખેથી પચ્ચક્ખાણ લેવું એ યોગ્ય છે ?
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International