________________
૪૬
શંકા-સમાધાન
પરિકરની નીચેના ભાગે ચામરધારી ઇન્દ્ર હોય છે. તેની ઉ૫૨ વાંસળી-વીણાધારી દેવ હોય છે. તેની ઉપર માળાધારી ઇન્દ્ર હોય છે. તેની ઉપર હાથી હોય છે.
તેની ઉપર હરિણૈગમેષી દેવ હોય છે.
તેની ઉ૫૨ દુદુંભિવાદક દેવ હોય છે.
તેની ઉપર શંખવાદક દેવ હોય છે. આમ બંને બાજુ હોય છે. પરિકરની ગાદીમાં જિનનું લાંછન હોય છે.
તેની નીચે જમણી તરફ યક્ષ હોય છે અને ડાબી તરફ યક્ષિણી હોય છે તથા બે સિંહ, બે હાથી, બે ચામરધારી ઇન્દ્ર હોય છે. મધ્યમાં ચક્રધારી દેવી હોય છે. આમ નવરૂપ હોય છે. જો સાત હોય તો ચામરધારી ઇન્દ્ર ન હોય. ચક્રધારી દેવીની નીચે ધર્મચક્ર હોય છે. ધર્મચક્રની બંને બાજુ એક એક હરણ હોય છે. તેની નીચે નવગ્રહો હોય છે. આ બધું વિદ્યમાન અરિહંતનો મહિમા બતાવવા માટે હોય છે. દરેક મૂળનાયકને પરિકર જરૂરી છે, એવું નથી. છતાં હોય તો વધારે સારું. પ્રતિષ્ઠિત બિંબ પછીથી પણ પરિકરથી અંકિત કરવામાં આવી શકે.
શંકા- ૧૧૮. દેરાસરમાં નવકારવાળી ગણવામાં દોષ લાગે ? સમાધાન—દ્રવ્યપૂજા-ભાવપૂજા સિવાય દેરાસરમાં રહેવાનો નિષેધ છે. કારણ કે સ્નાન કર્યું હોય તો પણ શરીરમાં પરસેવો થાય, અધોવાયુનો સંચાર થાય(=વાછૂટ થાય). એના કારણે જિનમંદિરની આશાતના થાય. તેમાં પણ પૂજાના કપડામાં તો ખાસ નવકારવાળી ન ગણવી જોઇએ. કેમ કે શરીરનો પસીનો વગેરે પૂજાના કપડાને લાગે. પૂજાના કપડાનો ઉપયોગ જિનપૂજા પૂરતો જ કરવો જોઇએ. નવકારવાળી ઉપાશ્રયમાં કે ઘર વગેરેમાં એકાંત સ્થાનમાં ગણવી જોઇએ.
શંકા- ૧૧૯. જિનમંદિરમાં ભગવાનને પ્રદક્ષિણા આપવામાં આવે છે, તેનું શું કારણ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org