________________
શંકા-સમાધાન
૩૯ શંકા- ૧૦૦. હમણાં હમણાં ગવૈયાઓએ અંતરાયકર્મ નિવારણ પૂજામાં બીજું બધું ભૂલો ભલે, મા-બાપને ભૂલશો નહિ આ જૈનેતરનું ગીત ગાવાનું શરૂ કર્યું છે તે શું યોગ્ય છે ?
સમાધાન– આ જરાય યોગ્ય નથી. મંદિરમાં પ્રભુના જ ગુણગાન ગવાય, મા-બાપ વગેરેના નહિ. મંદિરમાં મા-બાપના ગુણગાન કરવામાં પ્રભુની આશાતના છે.
શંકા- ૧૦૧. ગવૈયાઓ દ્વારા થતી ભક્તિ ભાડૂતી ભક્તિ થઈ ગઈ છે. હવે એવી રીતે પૂજા ભણાવાય છે કે એમાં ગવૈયાઓ કેવળ શ્રાવકોને ખુશ કરવા ગાય છે. ભગવાનની સામે જોઈને ગાનારા બહુ જ ઓછા, હલકી કોમના પણ આવે છે. તો આવી રીતે પૂજાપૂજનો ભણાવવાથી શાસનની પ્રભાવના ખરેખર થાય કે કેમ ? પૂજનો ભણાવનારા ભાડૂતી ક્રિયાકારકો હોય છે. આવી રીતે પૂજાપૂજનો ન ભણાવવા એમ કહેવાથી દોષ લાગે કે નહિ ?
સમાધાન– આવી રીતે પૂજા-પૂજનો ન ભણાવવા એમ બોલવામાં દોષ લાગે. પૂજા-પૂજનો ન ભણાવવા એમ બોલવાને બદલે પૂજાપૂજન વિધિપૂર્વક ભણાવવા જોઈએ એમ બોલવું જોઈએ. પૂજાપૂજનોમાં અવિધિ થતી હોય કે મર્યાદાઓનો ભંગ થતો હોય તો તેને દૂર કરવા યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ. પૂજા-પૂજનોમાં ગવૈયાઓ વેતનથી આવે અને ક્રિયાકારકો પણ વેતનથી આવે એટલા માત્રથી પૂજા-પૂજનોને ભાડૂતી ન કહેવાય. પૂજા-પૂજનોને રાખનારા શ્રાવકો અને પૂજા-પૂજનમાં બેસનારા શ્રાવકોના ભાવ ખોટા હોય તો પૂજાપૂજન દ્રવ્યપૂજા-પૂજન ગણાય. પૂજા-પૂજનમાં ભાવનું મહત્ત્વ છે. પૂજાપૂજનોમાં ગવૈયાઓ કેવા અને વિધિકારકો કેવા છે એના કરતાંય પૂજાપૂજન રાખનાર અને પૂજા-પૂજનમાં બેસનારાઓના ભાવ કેવા છે એ મહત્ત્વની વાત છે. ગવૈયા સારા અને ક્રિયાકારકો પણ સારા હોય, તો પણ જો પૂજા-પૂજન રાખનારા અને પૂજા-પૂજનમાં બેસનારાઓના ભાવ સારા ન હોય તો એ પૂજા-પૂજનથી કોઈ લાભ ન થાય. એનાથી ઊલટું, કદાચ ગવૈયો સારો ન હોય અને વિધિકારક બરાબર ન હોય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org