________________
૫
બહુમાનની લાગણી જન્મે છે. આ પુસ્તક માટે કંઈક લખી -આપવા નિમિત્તે મને શ્રી જયંતીભાઈને પરિચય કરવાને -જે અવસર મળ્યો તેથી મને ઘણો આનંદ થયે છે.
આ લખાણ અંગે એક જીવનસાધક સંતપુરુષના લખાણનો પરિચય કઈ જીવનસાધનાના ધ્યેયને વરેલ વ્યક્તિ આપે એ જ ઉચિત છે એમ હું માનું છું. છતાં મેં આ લખવાનું સ્વીકાર્યું એમાં મેં અધિકાર વગરનું કામ કર્યું છે, એમ આ લખતી વખતે પણ મને લાગ્યા કરે છે. પણ શ્રી જયંતીભાઈના પિતાશ્રી શ્રી પિપટલાલ સાંકલચંદ શાહ મારા ચિ૨ પરિચિત છે, અને એમની સાથે મારે સ્નેહ સંબંધ છે, એટલે
એમના લાગણું ભર્યા આગ્રહને બે-ત્રણ વાર ઈનકાર કરવા - છતાં મારા વિચારમાં વધારે વખત મક્કમ રહી ન શકશે અને મારે આ નિવેદન લખવાની જવાબદારી સ્વીકારવી પડી.
આ જવાબદારી સ્વીકારી ત્યારે તે મને હતું કે બે એક અઠવાડિયામાં એ પૂરી કરી શકીશ; પણ કંઈક નાદુરસ્ત તબિયત અને કંઈકે અનેક ચાલુ અને તાત્કાલિક કરવાં પડે એવાં કામના અવરોધોને લીધે આ કામને ન્યાય આપતાં ત્રણ મહિના કરતાં પણ વધુ વખત વીતી ગયા ! એક રીતે મારા પક્ષે થયેલે આ વિલંબ શ્રી જયંતીભાઈ માટે અકળામણ કે કસોટીરૂપ બની જાય એ હતો. આમ છતાં તેઓ આ બાબતમાં જે સ્વસ્થતા દાખવી શક્યા તે માટે તેમને શાબાશી ઘટે છે.
શ્રીમના ચિંતનપૂર્ણ આંતર વૈભવનું શેડુંક પણું દર્શન કરાવવામાં આ પુસ્તક ઉપયોગી થઈ પડે એવું કહેવાથી એનું હું અંતરથી સ્વાગત કરું છું, ૬. અમૂલ સેસાયટી અમદાવાદ ૭ રતિલાલ દીપચંદ દેસાઈ
તા-૧૨-૧-૧૯૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org