________________
જૈન દર્શનનું માહાતમ્ય
૧૯૫
તેમાંનું એક આ સાધન પણ છે, તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના બંડી નાંખવા ગ્ય નથી,
પાનું ૧૯૭
પત્રક નં. ૪૦ પ્ર—(૧) ઈશ્વર શું છે? (૨) તે જગતકર્તા છે એ ખરું છે?
–(૧) અમે તમે કર્મ બંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ એશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવાયેગ્ય છે, અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. જે સ્વરૂપ કમપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણું, જ્યારે આત્માભર્યું દષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે, અને તેથી વિશેષ ઐશ્વર્યાવાળો કઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતે નથી; જેથી ઈશ્વર છે, તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કઈ વિશેષ સત્તાવાળે પદાર્થ ઇશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારા અભિપ્રાય છે.
(૨) તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવાયેગ્ય છે, તે કઈ પણ વસ્તુમાંથી બનવા ચિગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ એગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તે તેથી પરમાણુ, આકાશ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org