________________
શ્રી જિનેશ્વરને નમસ્કાર
-
-
-
દઉં ઉપમા તે અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્વ તારું. છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારે ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજયા મહા શાંતિ આનંદ ધામે. | » નમ: સિભ્ય:
અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વ નિરૂપણ કરેલે “મેક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભકિતથી નમસ્કાર કરીને કહું છું.
દ્રવ્યાનુયોગ, કરણાનુગ, ચરણાનુગ, અને ધર્મકથાનુગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું.
કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહેતું ભગવાન, શુદ્ધ ચૈતન્યપદમાં સિધ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મેક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન, દ્વાદશાંગના અભ્યાસી અને તે મૃત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, મેક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમભકિતથી નમસ્કાર કરું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org