________________
H&H BOHABHAGAWADHAO $4
પ્રકરણ ૪ થું વિદ્યાધરની ઉન્નતિ
તાપસ માર્ગની શરૂઆત કરતા કછ-મહા કચ્છને નમિ અને વિનામ નામના પુત્રો હતા.
પ્રભુની દીક્ષા અગાઉ આ બંને ભાઈઓ દેશા વર ગએલા હતા. ત્યાંથી પાછા ફરતાં વનમાં તેમને તાપસ વેશમાં રહેલા તેમના પિતા, કચ્છ અને મહાકનો મેળાપ થશે.
તેમને તાપસ વેશ જોઇને અચંબામાં પડેલા નમિ વિનમિએ પૂછયું, “આપની આવી દશા શાથી થઈ
જવાબમાં કચ્છ, મહાકએ જણાવ્યું કે, તમારા ગયા પછી શ્રી ઋષભદેવ પ્રભુએ રાજ્યપાટ છાડીને દીક્ષા લીધી એટલે અમે પણ ભરત મહારાજા વગેરેના વારવા છતાં પ્રભુની પાછળ વગર વિચારે દીક્ષા લઈ લીધી. પણ તેમના કઠીન વ્રતનિયમને ભાર અમે ઉપાડી ન શકયા. અને તેમાંય નિર્દોષ અન્ન-જળના પ્રશ્નને તો અમે મૂંઝાઈ ગયા. એટલે અમે ખાંડાની ધાર પર ચાલવા જેવા ખૂબ કઠીન છે. ભેજન બાબત અમે ભગવાનને પૂછયું છતાં પ્રભુએ કાંઈ જવાબ ન આપે. એટલે અમે પ્રભુજીથી છૂટા પડી અહિં જગલમાં રહ્યા છીએ. અને આ તાપસ જીવન સ્વીકારી લીધું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org