________________
KH AAaaaaaaaaaAAAA પ્રભુનો જન્મ
શ્રી ઋષભદેવ પ્રભુને આત્મા, મરૂદેવા માતાની કક્ષિમાં આવ્યો તે દિવસથી તેને અનુપમ પ્રભાવ, માતાના જીવનમાં સુખ શાંતિ અને આનંદરૂપે ફેલાવા લાગે. કલેશ અને ખેદ નામશેષ થઈ ગયા.
પ્રભુના પિતા નાભિ કુલકરને પ્રભાવ પણ વધવા લાગ્યો. યુગલીઓમાં તેમના તરફનો આદરભાવ વધી ગયે. પ્રજામાં સુખ શાંતિનું પુનરાગમન થયું. કલ્પવૃક્ષોને પ્રભાવ પણ વૃદ્ધિ પામ્યો.
મરૂદેવા માતા પિતાના ગર્ભનું રૂડી રીતે જતન કરવા લાગ્યા. રાત અને દિવસની બધી પળો પ્રસન્ન ચિત્ત પસાર કરવા લાગ્યાં. એમ કરતાં નવ માસ અને સાડા આઠ દિવસ પૂરા થયા.
ઊગ્યો અલબેલે દિવસ ચૈત્ર વદ (ફાગણ વદ) આઠમને દિશાઓ ત્યારે નિર્મળ હતી. મંદ મંદ પવન વાતે હતે. પંખીઓ શુભસૂચક શબ્દ વાતાવરણમાં હૃદયે. અપૂર્વ ઉલ્લાસ હતો. સમગ્ર પ્રકૃતિ હસું-હસું થઇ રહી હતી.
નાભિ કલકરના રાષ્ટ્રવાસમાં અનોખી હલચલ હતી. પૂર્વમાં પ્રગટતા પ્રભાકર શા બાલ-રવિના જમની પ્રતીક્ષામાં સહુના મન પ્રસન્ન હતાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org