________________
H&H AQ000000000000 28
વિમળગિરિના સુંદર ચિતરેલ પટ સન્મુખ મૈત્યવંદન મુદ્રામાં બેસીને મોતી અથવા અક્ષત વડે પૂજા કરવી. ગુરૂની પાસે પાંચ શકસ્તવપૂવક ની પુનમના દેવ વાંદવા, દશ-વીસ-ત્રીસ અગર ચાળીસ લેગસ્સનો કાઉસગ્ન કર,
જાપમાં જેમ મંત્રાધિરાજ શ્રીનવકાર અનન્ય છે. તેમ કાઉસગ્નમાં લોગસ્સ અનન્ય છે. લોક આખામાં ઉદ્યોતકર આ લોગસ્સ દ્વારા ધ્યાન તેમજ જપની ભૂમિકાએ આરાધક પહોંચી શકે છે.
કાઉસગ્ન પછી સ્તવન ગાવું, બે ટક પ્રતિક્રમણ કરવા તથા દિવસ અને રાતને સઘળા પાપવ્યાપારી મુક્ત રહીને શુભ ભાવમાં પસાર કરે. બીજે દિવસે સમય થતાં ઉપવાસનું પારણું કરવું. પણ તે પૂર્વે ગુરૂ પુ. મહારાજને વહોરાવવાને લાભ અચૂક લે. સુપાત્ર દાનને સર્વથા પાત્ર મુગુરૂને વહોરાવીને વાપરવાથી આહાર સંજ્ઞા જીવની પાતળી પડે છે તેમજ મોટો “ધર્મને લાભ થાય છે.
આ તપની આરાધનાથી માનવી સ્વર્ગ તેમજ અપ વગ (મોક્ષ) મોક્ષને ભાગી બની શકે છે. તેમજ શાકસંતાપ, દરિદ્રતા, દુર્ભાગ્ય વગેરેનો સદંતર નાશ થાય છે.
ગણધર ભગવંતના શ્રીમુખે ચીત્રી પુનમની આરાધનાને મહિમા સાંભળીને તે વિધવા સ્ત્રી હર્ષ પામી અને બોલી, “હે દયાળુ ગુરૂદેવ ! આપે પ્રકાશ્યા મુજબ હું મૈત્રી પુનમની આરાધના જરૂર કરીશ.”
પિતાના દુર્ભાગ્યને દુર કરવાને સાચો ઉપાય જડી જવાથી હષિત હસ્યાવાળી વિધવા સી તેની માતા સાથે ઘેર પાછી ફરી અને કાગડોળે ચૈત્રી પુનમના મહાન દિવસની પ્રતીક્ષા કરવા લાગી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org