________________
( @aaaaaAAAAAAA @ 127 vrhal
પરંતુ પિતા સંબંધથી સર્વથા પર બનેલા ભગવાન કંઈ જ જવાબ આપતા નથી.
રાજ્યભાગ મેળવવાની લાગણી સાથે નમિ અને વિનમિ ભગવાન જ્યાં જ્યાં વિચરે છે. ત્યાં ત્યાં સાથે જાય છે. વિહારમાં ભગવાનને કેાઇ પ્રકારની અગવડ ન પહોચે તેની કાળજી રાખે છે.
માર્ગમાંના કાંટા-કાંકરા દૂર કરે છે. ભગવાન કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહે છે ત્યારે તેમના શરીર ઉપર બેસવા આવતા ડાંસ-મછરેને નસાડે છે. તેમજ ધૂળ ન ઉર્ડ માટે પાણી છાંટે અને સવાર સાંજ ભગવાનના ચણામાં મસ્તક ઝુકાવીને “અમને રાજ્ય ભાગ આપો? ની પોતાની માગણું દોહરાવતા,
પણ પ્રભુ “મૌન જ રહે છે.
કંટાળ્યા સિવાય નમિ-વિનમિ પણ પ્રભુની સાથે ફરે છે. એ રીતે રાત દિવસ એક સરખી સેવા કરવા લાગ્યા.
આ રીતે કેટલોક સમય નીકળી ગયો.
તેવામાં એક વખત ભવનપતિના ઈન્દ્ર શ્રી ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. તેમણે નમિ-વિનમિને પ્રભુની ભકિત કરતા તથા રાજ્યની માગણી કરતા જોયા. તેમની ભક્તિથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્રએ કહ્યું, “પ્રભુજી તો હવે નિઝ થx છે. તમે તેમની પાસે રાજ્ય માગે છે તે બરાબર નથી. પરંતુ તમારી પ્રભુ ભક્તિથી પ્રસન્ન થઈને હું તમને અડતાલીસ હજાર સિદ્ધ વિદ્યાઓ આપું
* નિગ્રંથ = ત્યાગી મુન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org