________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪
બાદર-સૂક્ષ્મ-પર્યાય-અપર્યાપ્ત-પ્રત્યેક-સાધારણ-સ્થિર-અસ્થિર-શુભ-અશુભસુભગ-દુર્ભાગ-સુસ્વર-દુ૧ર આય- અનાદેય-યશ-અયશમાં જાણવું. પ્રશ્ન ૩૬૩.આતપ ઉદ્યોતને વિષે દિલકો કઈ રીતે હોય ? ઉત્તર આતપ ઉદ્યોતમાં પરસ્પર તુલ્ય દલિકો અને સર્વથી થોડા હોય છે. પ્રશ્ન ૩૬૪.નિર્માણ આદિ નામકર્મને વિષે દિલકોની વહેંચણી શી રીતે ? નિર્માણ - પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-જિનનામ અને ઉપઘાત આ છ પ્રકૃતિને વિષે દલિકોનું અલ્પબહુત્વ હોતું નથી માટે જણાવેલ નથી. પ્રશ્ન ૩૬૫,ગોત્ર કમને વિષે દલિકોની વહેંચણી શી રીતે થાય ?
ઉત્તર
ઉત્તર
નીચ ગોત્રના દલિકો સૌથી થોડા તેનાથી ઉચ્ચ ગોત્રના દલિકો વિશેષાધિક
૫૭
જાણવા.
પ્રશ્ન ૩૬૬.અંતરાયકર્મની પ્રકૃતિઓમાં દલિકોની વહેંચણી શી રીતે ? ઉત્તર દાનાન્તરાય કર્મનાં દલિકો સૌથી થોડા, તેનાથી લાભાંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક, તેનાથી ભોગાંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક, તેનાથી ઉપભોગાંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક તેનાથી વીર્યંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક જાણવા.
ઉત્તર
પ્રશ્ન ૩૬૭,આયુષ્ય કર્મમાં ધનપદે દલિકો રચના કઈ રીતે હોય ? જઘન્ય પદે તિર્યંચાયુ-મનુષ્યાયુષ્યનાં સ્વસ્થાને પરસ્પર તુલ્ય પણ સૌથી થોડા તેનાથી દેવાયુષ્ય અને નરકાયુષ્યનાં દલિકો અસંખ્યાત ગુણા સ્વસ્થાને પરસ્પર સરખા જાણવા.
પ્રશ્ન ૩૬૮,ગતિનામ કર્મમાં જધન્યપદે દલિકો કઈ રીતે હોય ? ઉત્તર
જધન્યપદથી તિર્યંચગતિના દલિકો સૌથી થોડા, તેનાથી મનુષ્ય ગતિના દલિકો વિશેષાધિક, તેનાથી દેવગતિનાં દલિકો વિશેષાધિક, તેનાથી નરકતિનાં દલિકો વિશેષાધિક જાણવા.
ઉત્તર
પ્રશ્ન ૩૬૯.શરીર નામકર્મમાં જધન્યપદથી દલિકો શી રીતે હોય ? જઘન્ય પદથી ઔદારિક શરીરનાં દલિકો સૌથી થોડા, તેનાથી તૈજસ શરીરનાં દલિકો વિશેષાધિ, તેનાથી કાર્મણ શરીરનાં દલિકો વિશેષાધિક‚ તેનાથી વૈક્રીય શરીરનાં દલિકો વિશેષાધિક, તેનાથી આહારક શરીરનાં દલિકો અસંખ્યગુણ જાણવા.
ઉત્તર
પ્રશ્ન ૩૭૦. સંઘાતન નામકર્મમાં જઘન્યપદથી દલીકો કઈ રીતે હોય ? જઘન્યપદથી ઔદારિક સંધાતનનાં દલિકો સૌથી થોડા, તેનાથી તૈજસ સંઘાતનનાં દલિકો વિશેષાધિક‚ તેનાથી કાર્પણ સંઘાતનનાં દલિકો વિશેષાધિક, તેનાથી વૌક્રિય સંઘાતનનાં દલિકો અસંખ્યગુણ, તેનાથી આહારક સંઘાતનનાં દલિકો અસંખ્યગુણ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org