________________
પ્રકાશકીય
-
-
.
ઠીકઠીક સમય પસાર થયા પછી આજે કર્મગ્રંથ પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના ૧૫મા પુસ્તક તરીકે કર્મગ્રંથ -૫, ભાગ-૩ પ્રશ્નોત્તરી આપ જિજ્ઞાસુઓના કરકમળમાં મૂકતાં અમે હર્ષ અનુભવીએ છીએ. અમને આનંદ એ વાતનો છે કે આ પુસ્તકના પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક સહયોગ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પેઢી મુ. નવસારી તરફથી મળેલ છે જે માટે અમે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ આભારી છીએ. એમની ઉદારતા કેવળ આટલેથી જ ! અટકી નથી પરંતુ આ પછી પ્રગટ થનાર કર્મગ્રંથ-૫, ભાગ-૪ પ્રશ્નોત્તરીના પ્રકાશનનો પણ સંપૂર્ણ આર્થિક સહયોગ ખૂબ આગ્રહભરી માંગ કરીને તેઓએ લેવાનું નક્કી કરેલ છે. આવા ઉદારચિત્ત ટ્રસ્ટીઓનો | ક્યા ભાવે આભાર માનીએ.
જૈન સમાજના અનેક ટ્રસ્ટો એવા છે કે જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ સંગીન હોવા છતાં ટ્રસ્ટીઓ આવા સુંદર કાર્યમાં લાભ લેવામાં હજુ | પાછળ છે. જે ટ્રસ્ટોના નાણાંનો આમાં ઉપયોગ કરવામાં આવે તો હજુ તો આવું કેટલુંય સાહિત્ય અપ્રગટાવસ્થામાં પડેલું છે કે જેની, સમાજના આમૂલ પરિવર્તન માટે ખૂબ જ જરૂરત છે. જે જે મહાત્માઓ પાસે આવા સાહિત્ય પડેલા છે તે સાહિત્યોને પુસ્તકરૂઢ કરીને પ્રગટ કરવામાં આવે તો અનેક જિજ્ઞાસુ આત્માઓ વિસરતા જતા ધર્મને ઝીલવાનો અને તેને યથા શક્ય આચરવાનો પ્રયાસ કરી શકે અને એથી વિશેષ તો ભાવિ પેઢી માટેનું આ ભાતું તૈયાર કરીને મૂકી જઈ શકાય.
વિસરાતા જતાં તત્ત્વજ્ઞાનના વિષયને ફરી ચેતનવંત બનાવવાના આ પ્રયાસમાં આપ સૌનો સંપૂર્ણ સહયોગ અમને અચૂક સાંપડશે જ એવી આશા સેવીએ છીએ.
પૂરતી કાળજી રાખેલ હોવા છતાં પૂફ તપાસણીમાં કોઈ ભૂલ રહી | જવા પામી હોય તો તે બદલ ક્ષમા માંગીએ છીએ.
.
.
-
-
-
-
- -
પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org