SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૮ પ્રશ્ન ૧પપ૦. મધ્યમ અસંખ્યાતા તથા મધ્યમ અનંતાના સામાન્યથી કેટલા ભેદો થાય? ઉત્તર : મધ્યમ અસંખ્યાતામાં જે સંખ્યા રહેલી છે, તેના અસંખ્યાતા ભેદો થાય છે. મધ્યમ અનતામાં જે સંખ્યા રહેલી છે તેના અનંતા ભેદો થઈ શકે છે. એટલે કે બીજા પાંચમા અને આઠમા અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ થાય છે. અને બીજા પાંચ અને આઠમા અનંતાના અનંતા ભેદો થાય છે. પ્રશ્ન ૧૫૫૧, નવમું અનંત શી રીતે થાય? ઉત્તર” નવમું અનંતુ સૂત્રના મતે માનવામાં આવ્યું નથી. ઈય સુતૃત્ત અને વાગ્મિય મિસિ ચઉથવ મસંબં હેઈ અસંખાખ લહુ વજુએ તુ ત મજઝ | ૮૩ . ભાવાર્થ : સૂત્રોમાં નવ અસંખ્યાતા તથા અનંતા એ રીતે કહ્યા છે. અન્ય આચાર્યોના મતે ગોથા જઘન્યયુક્ત અસંખ્યાતાનો વર્ગ કરીએ ત્યારે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ થાય. તેમાં એક ઉમેરીએ એટલે મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ થાય છે. ૮૩ || પ્ર. ૧૫પર અન્ય આચાર્યોના મતે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત શી રીતે થાય છે? ઉત્તર : અન્ય આચાર્યોના મતે જઘન્યયુકત અસંખ્યતમાં જે સંખ્યા છે તેને વર્ગ કરતાં એટલે તેટલી સંખ્યાને જેટલી સંખ્યા વડે ગુણતાં જે સંખ્યા આવે તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત થાય છે. પ્રશ્ન ૧પપ૩ મધ્યમ અસંખ્યાત શી રીતે થાય છે? ઉત્તર : તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાં એક ઉમેરીએ એટલે અન્ય આચાર્યોના મતે મધ્યમ અસંખ્યાત અસંખ્યાત પ્રાપ્ત થાય છે (શરુ થાય છે). લૂણ માઈમ ગુરુ તિવગઈ તીથમે દસખે ! લગાગાસપઅર ધમાધમેગ જિઅ દેસા | ૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy