________________
૮૦
ચતુર્થ કર્મગ્રંથ (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ (૨) દેશવિરતિ (૩) પ્રમત સર્વવિરતિ (૪) અપ્રમત્ત સર્વવિરતિ.
પ્રશ્ન ૩૩૭. પશમ સમકિત માર્ગમાં અપૂર્વકરણ આદિ ગુણસ્થાનક કેમ ન હોય?
ઉત્તર : અપૂર્વકરણ આદિ ગુણસ્થાનકે શ્રેણીના ગુણસ્થાનકે કહેવાય છે. તે કારણથી તે ગુણસ્થાનકમાં બે સમક્તિ હોય છે. (૧) ઉપશમ સમકિત અથવા (૨) ક્ષાયિક સમક્તિ તે કારણથી પશમ સમકિત એ ગુણસ્થાનકમાં ન હોય.
પ્રશ્ન ૩૩૮. ક્ષાયિક સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હેય ? ક્યા ક્યા?
ઉત્તર : ક્ષાયિક સમતિ માર્ગણામાં અગ્યાર ગુણસ્થાનક હોય છે.
(૧) અવિરતિ સમ્ય. (૨) દેશવિરતિ (૩) પ્રમત્ત સર્વવિરતિ (૪) અપ્રમત્ત સર્વવિરતિ (૫) અપૂર્વકરણ (૬) અનિવૃત્તિકરણ (૭) સૂક્ષમ સપરાય (૮) ઉપશાંત મેહ (૯) ક્ષીણ મેહ (૧૦) સગી કેવલી (૧૧) અયાગી કેવલી.
પ્રશ્ન ૩૩, મિથ્યાત્વ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા કયા ?
ઉત્તર : મિથ્યાત્વ માર્ગણામાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક.
પ્રશ્ન ૩૪૦. સાસ્વાદન સમકિત માર્ગમાં કેટલા ગુણસ્થાનક હોય? ક્યા ક્યા?
ઉત્તર : સાસ્વાદન સમક્તિ માર્ગણમાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) સાસ્વાદન ગુણસ્થાનક.
પ્રશ્ન ૩૪૧, મિશ્ર સમકિત માર્ગણમાં કેટલા ગુણસ્થાનક હોય? કયા કયા?
ઉત્તર : મિશ્ર સમકિત માર્ગણામાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) મિશ્ર ગુણસ્થાનક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org