________________
ઉધ્ધાર કરીને અનેક પ્રકરણ ગ્રંથેાની રચના કરવામાં આવી છે. તેને અભ્યાસ કરનાર આત્મા પણ ઘણી જ સારી રીતે કર્મ સિદ્ધાંતને જ્ઞાતા બની શકે છે.
વર્તમાનમાં ઉપલબ્ધ આગમામાં ક સિદ્ધાંતોનુ વન મુખ્યતયા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતિસૂત્ર, ( વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ). જ્ઞાતાધર્મ કથા, દશશ્રુતસ્કંધ, ઔપપાતિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, અનુયોગદ્ગાર, તંદુલવેયાલિયક, દેવેન્દ્રસ્તવ, વગરે આગમામાં ઉપલબ્ધ થાય છે. તે જ રીતે આવશ્યક નિર્યું કિત, વિશેષાવશ્યક ભાષ્ય, ગણધરવાદ, આચારાંગ નિર્યુકિત, તથા તેની ટીકા, બૃહત્કલ્પભાષ્ય વગેરે આગમા ઉપરના વ્યાખ્યા ગ્રંથોમાં કર્મના સિદ્ધાંતોનું સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
દ્વાદશાંગી, પૂર્વ અને અન્ય આગમકૃતિઓના પદાર્થોના ઉદ્ધાર કરીને કર્મ ના સિદ્ધાંતાનું વર્ણન કરનારા ગ્રંથો પૈકી નીચેના કેટલાક ગ્રંથામાંથી કર્મ સિદ્ધાંતાનુ ઘણું જ ઉંડુ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આચાર્યશ્રી શિવશસૂરિ મહારાજે રચેલ બધશતક અને કર્મ પ્રકૃતિસંગ્રહણી, ચિરંતનાચાર્ય કૃત સાતિકા, સંતકમ્મપાહુડ ( સત્કર્મ પ્રાભૂત ), કસાયપાહુડ ( કષાયપ્રાભૂત ), ચન્દ્રષિ વિરચિત પચસંગ્રહ પ્રકરણ, પ્રાચીન ચાર કર્મ ગ્રંથો, આ. શ્રી. દેવેન્દ્રસૂરિશ્વરજી મહારાજે રચેલ નવ્ય પાંચ કર્મ ગ્રંથો (જેને આજે મુખ્યતમા અભ્યાસ કરાય છે તે) તથા સૂક્ષ્મા વિચારસારોદ્ધાર, કર્માદિવિચારસારલવ, તથા ઉપરોકત ગ્રંથો ઉપરનું ભાષ્ય, ચૂર્ણિ કે ટીકા વિગેરે વિવિધ પ્રકારનું સાહિત્યકર્મના સિદ્ધાંતોને સમજવા માટે અત્યંત ઉપકારક બને તેવું છે.
તેમજ ગુણસ્થાનક ક્રમારોહ ( આ નામની અનેક કૃતિઓ છે) ગુણસ્થાનક નિરૂપણ, ગુણસ્થાન દ્વાર, ગુણસ્થાનકશત, ગુણસ્થાનમા ણાસ્થાન, ગુણસ્થાન વિચાર ચોપાઈ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, જીવસમાસ, કુવલયમાલા, ઉપમિતિ ભવપ્રપ’ચાકથા, પ્રવચન સારોદ્વાર વૃત્તિ, દર્શ નરત્નરત્નાકર, યોગશાસ્ત્રસટીક, ધર્મ સંગ્રહસટીક, વંદિત્તાસૂત્રની અર્થ દીપિકા ટીકા, લાકપ્રકાશ, આધ્યાત્મિકમતખંડનની સ્વપજ્ઞટીકા વગેરે અનેક પ્રાચિન મહાપુરુષોએ રચેલા ગ્રંથામાં કર્મ સિદ્ધાંતોનું જ્ઞાન મળી શકે છે.
આ દરેક ગ્રંથામાં વર્તમાનમાં કર્મના સિદ્ધાંતનું જ્ઞાન મેળવવા માટે ભાગે આ. શ્રી. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ પાંચ કર્મગ્રંથ તથા આ. શ્રી ચંદ્રમહત્તરાચાર્યે રચેલ છઠ્ઠોક ગ્રંથ, પંચસગ્રહ, કમ્મપયડી વગેરે ગ્રંથોનો મુખ્યતયા આધાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org