________________
૧૨૦
કર્મગ્રંથ-૩ પ્ર. ૪૫૫. દશમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧
અંતરાય - પ= ૧૭ પ્ર. ૪૫૬. ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? ઉ: ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શતાવેદનીય
ગોત્ર
પરમુવસમિ વર્દ્રતા આઉ ન બંધંતિ તેણ અજય ગુણે ! દેવ મણ આઉ હીણો દેસાઈસુ પુણ સુરાઉ વિણા | ૨૧ II
ભાવાર્થ :
ઉપશમ સમકિતમાં વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરતા નથી તે કારણથી ચોથા અવિરતિ ગુણસ્થાનકે વિદ્યમાન જીવો દેવાયુષ્ય તથા મનુષ્પાયુષ્યનો બંધ કરતા નથી. દેશવરતિ તથા પ્રમત્ત ગુણસ્થાનકે દેવાયુષ્યનો બંધ કરતા નથી એમ જાણવું. ૨૧ .
પ્ર. ૪૫૭. ઉપશમ સમકિતમાં જીવો શું કરતા નથી? ઉઃ ઉપશમ સમકિતમાં વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરતા નથી. પ્ર. ૪૫૮. ઉપશમ સમકિત તથા ક્ષયોપશમ સમકિતમાં શું વિશેષતા હોય છે?
ઉ : ક્ષયોપશમ સમક્તિમાં જીવોને મિથ્યાત્વ મોહનીયના દલીકોનો વિપાકોદય હોતો નથી પણ પ્રદેશોદય હોય છે જ્યારે ઉપશમ સમકિતમાં વિદ્યમાન જીવોને મિથ્યાત્વ મોહનયનો વિપાકોદય તથા પ્રદેશોદય હોતો નથી.
ઓહ અટ્ટાર સયં આહાર દુગુણ માઈલેસ તિગે ! - તંતિત્કોણ મિચ્છ સાણાઈસુ સવ્વહિં ઓહો || ૨૨ // ભાવાર્થ :
પહેલી ત્રણ લેગ્યામાં આહારકદ્ધિક સિવાય ૧૧૮ પ્રકૃતિઓ ઓધે બંધાય છે. જિનનામ વિના મિથ્યાત્વે બંધાય છે. સાસ્વાદન આદિમાં કર્મગ્રંથ બીજા પ્રમાણે બંધ જાણવો રરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org