SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) નરકાયુષ્ય. એ આયુષ્ય કર્મ હાથમાં તથા પગમાં નાખેલી બેડી સરખું જાણવું. જેમ બેડીમાં રહેલો માનવ છૂટવા માગે તો પણ છૂટી શકતો નથી તેમ આ આયુષ્ય કર્મના ઉદયથી જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ગતિમાં) ઈચ્છા કરે તો પણ જઈ શકતો નથી. પ્ર. ૨૮૪. દેવાયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉ. : વિશિષ્ટ પ્રકારના ઐશ્વર્યનો અનુભવ કરે છે તે સુર કહેવાય. તેમાં જે કર્મ વડે જીવોને અવધારણ કરી રાખે તે દેવાયુષ્ય કર્મ કહેવાય છે, પ્ર. ૨૮૫. મનુષ્યાયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉ.: વસ્તુતત્વને (પદાર્થોને) જે વિસ્તારે છે તે નર કહેવાય છે. જે કર્મ તેમાં જીવોને ધારણ કરી રાખે (મનુષ્યભવમાં ધારી રાખે) તે મનુષ્યાયુષ્ય કર્મ કહેવાય. પ્ર. ૨૮૬. તિર્યંચાયુષ્ય કર્મ કોને કહેવાય? ઉ.: તિરછુ જે લઈ જાય તે તિર્યંચ અથવા તિર્યંચગતિ જે કર્મ એમાં (તિર્યંચ પણામાં) જીવને ધારી રાખે તે તિર્યંચાયુષ્ય કર્મ કહેવાય. પ્ર. ૨૮૭. નરકાયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉ. : મનુષ્યો અને તિર્યંચો ઘણા પાપ કરનારા હોય છે તેઓને આહવાહન કરે તેનું નામ નરક. નરકાવાસોમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને પણ નરકો કહેવાય છે. એવાં નરકોમાં જીવોને જે કર્મ ધારણ કરી રાખે તેનું નામ નરકાયુષ્ય કર્મ કહેવાય છે. પ્ર. ૨૮૮. નામકર્મ કોના સરખું કહેલું છે ? ઉ. : નામકર્મ ચિત્રકાર સરખું કહેલું છે. જેમ ચિત્રકાર સુંદરમાં સુંદર ચિત્રો બનાવી શકે અને ખરાબમાં ખરાબ ચિત્રો પણ બનાવી શકે છે. તેમ નામકર્મના ઉદયથી જીવને સારું સારું શરીર ગતિ વગેરે મળે છે. તેમ ખરાબ ગતિ ખરાબ જાતિ વગેરે પણ પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૮૯. નામકર્મના કેટલા ભેદ હોય છે ? ઉ. : નામકર્મના બેતાલીશ (૪૨), ત્રાણું (૯૩), એકસો ત્રણ (૧૦૩) તથા સડસઠ (૬૭) ભેદો એમ અનેક પ્રકારે હોય છે. પ્ર. ૨૯૦. ચાર. નામકર્મના બેંતાલીશ ભેદોના મુખ્ય ભેદો કેટલા હોય છે? કયા કયા ? ઉ.: ચાર. (૧) પિંડ પ્રકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) ત્રસદશક પ્રવૃતિઓ (૪) સ્થાવર દશક પ્રકૃતિઓ. ગઈ-જાઈ-તણુ-વિંગા, બંધણ-સંઘાયણાણિ સંઘયણી / સેઠાણ વનગંધરસ-ફાસ અણુપુત્રેિ વિહગગઈ || ૨૪ . ૪૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy