________________
ગુણઠાણા સુધી સતત બંધાય છે.
પ્ર. ૩૬૯. : વૈક્રીય અંગોપાંગ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. વૈક્રીય અંગોપાંગ પ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૦. : વ્રજ8ષભનારાચ સંઘયણ કેટલા ગુણઠાણે સતત બંધાય છે ? ઉં. વ્રજઋષભનારાચ સંઘયણ ત્રીજે તથા ચોથે ગુણઠાણે સતત બંધાય છે. પ્ર. ૩૭૧, : સમચતુરસ્ત્ર સંસ્થાન કેટલા ગુણઠાણે સતત બંધાય છે ?
ઉ.: સમચતુરસ્ત્ર સંસ્થાન ત્રીજા ગુણઠાણાથી આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે.
પ્ર. ૩૭૨. : શુભ વિહાયોગતિ કેટલા ગુણઠાણે સતત બંધાય છે ?
ઉ.: શુભ વિહાયોગતિ ત્રીજા ગુણઠાણાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે.
પ્ર. ૩૭૩. અગુરુલઘુ,નિમણ, ઉપઘાત સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ?
ઉ. અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત ૧ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે.
પ્ર. ૩૭૪. પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ?
ઉ.: પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ ૨ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય
પ્ર. ૩૭પ. પહેલા ગુણઠાણાથી કેમ પરાઘાત ઉચ્છવાસ સતત નથી બંધાતી ?
ઉ.? કારણકે પહેલા ગુણઠાણે અપર્યાપ્ત નામકર્મ બંધાતું હોવાથી તેની સાથે પરાઘાત ઉચ્છવાસ બંધાતી નથી તે કારણે ન બંધાય.
પ્ર. ૩૭૬. : ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક આ ચાર પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે?
ઉ. : ત્રસ, બાદર, પ્રપ્તિ, પ્રત્યેક આ ચાર પ્રકૃતિઓ બીજા ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે.
પ્ર. ૩૭૭. સ્થિર-શુભ આ બે પ્રકૃતિઓ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય
છે ?
ઉ.: સ્થિર શુભ આ બે પ્રકૃતિઓ ૭માં ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે.
પ્ર. ૩૭૮. : યશનામ કર્મ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. : યશનામ કમ ૭માં ગુણઠાણાથી ૧૦માં ગુણઠાણા સુધી સતત
ઉપર
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org