SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) પ્રવચનકુશલ (સિદ્ધાંત સમજવામાં કુશળ). × ૧૨૩. શ્રાવકની પ્રતિમા કેટલી ? કઈ કઈ ? ઉ. : અગિયા૨. (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) પ્રતિમા (કાયોત્સર્ગ) (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા (૭) સચિત્તવર્જન પ્રતિમા (૮) આરંભવર્જન પ્રતિમા (૯) પ્રેષ્યવર્જન પ્રતિમા (૧૦) ઉદ્દિવર્જન પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા. પ્ર. ૧૨૪. શ્રાવકને માનવભવમાં કરવા યોગ્ય ધમૃકૃત્યો કેટલા છે ? કયા કયા ? 6.: : સાત. (૧) ચૈત્ય કરાવવું (૨) જિનપ્રતિમા ભરાવવી (૩) પ્રતિષ્ઠા કરવી (૪)પુત્રાદિને દીક્ષા અપાવવી (૫) ગુરુને આચાર્યપદ વગેરે પદે સ્થાપવા (૬) ધર્મગ્રંથો લખવા-લખાવવા, વાંચવા-વંચાવવા અને (૭) પૌષધશાલાદિ કરાવવા. પ્ર. ૧૨૫. ગૃહસ્થને સદાય કરવા લાયક છ કાર્યો કયા કયા ? ઉ. : જૈન શાસ્ત્રોમાં નીચે મુજબ છ કાર્યો કહ્યા છે ઃદેવપૂજા ગુરૂપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમસ્તપઃ । દાનંચેતિ ગૃહસ્થાનાં ષટ્કર્માણ દિનેદિને ॥ ૧ ॥ (૧) ગૃહસ્થ શ્રાવકે શ્રી વીતરાગ સર્વજ્ઞ પ્રભુની પ્રતિમાની પૂજાભક્તિ કરવી. (૨)ત્રિકરણ શુદ્ધિથી શુદ્ધ ગુરૂની સેવા કરવી.(૩)હંમેશા અમુક સમય સુધી સ્વાધ્યાય ક૨વો. (૪) મન-વચન અને કાયાથી ઈન્દ્રિયોનું દમન કરવું. (૫) યથાશક્તિ તપસ્યા કરવી અને (૬) સાત ક્ષેત્રોમાં દાન આપવું. એ ષટ્કર્મ ગૃહસ્થ શ્રાવકે હંમેશા આચરવા જોઈએ. પ્ર. ૧૨૬. શ્રાવકના બાર વ્રતો કયા કયા કહ્યાં છે ? ઉ. ઃ (૧) સ્થૂલ હિંસાનો ત્યાગ કરવો. (૨) સ્થૂલ ભૂષાવાદનો ત્યાગ (૩) સ્થૂલ ચોરીનો ત્યાગ (૪) પરસ્ત્રીનો ત્યાગ અને સ્વદારા સંતોષ (પ) સ્થૂલ પરિગ્રહનું પરિમાણ કરવું (૬) પોતાને જવા માટે દિશાનું અમુક પરિમાણ કરવું (૭)ભોગોપભોગ કરવામાં નિયમ કરવો. (૮) અનર્થ દંડ વિરમણ (૯) સામાયિક વ્રતનું ગ્રહણ કરવું (૧૦) દેશાવગાશિક વ્રત (૧૧) પૌષધોપવાસ વ્રત (૧૨) અતિથિનો સત્કા૨ ક૨વો. પ્ર. ૧૨૭. શ્રાવકનાં બાર વ્રતના કુલ ભાંગા કેટલા છે ? ઉ. : શ્રાવકનાં બાર વ્રતના કુલ ભાંગા ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૦ છે. પ્ર. ૧૨૮. દેશ વિરતિનો પરિણામ જીવ ક્યારે પ્રાપ્ત કરી શકે ? ઉ. : દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ જીવોને જે સાતે કર્મોની સ્થિતિ સત્તામાં હોય છે તેનાથી પલ્યોપમ પૃથ એટલે કે બેથી નવ Jain Education International ૧૦૩ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy