________________
અનુગ્રહ વગેરેનો અસંભવ થાત અને તે દેખાય છે. તે કારણથી કર્મરૂપી છે. અરૂપી નથી.
પ્ર. ૧૭. એ કર્મની આદિ છે કે અનાદિથી છે ?
ઉ. એ કર્મ પ્રવાહની અપેક્ષાએ જીવની સાથે અનાદિથી છે. કોઈ કાળે નહોતું એમ ન હતું. કહ્યું છે કે “અપાઈયે તે પવહેણું.”
પ્ર. ૧૮ કર્મની આદિ કેમ ન ઘટે ?
ઉ.: જો પ્રવાહની અપેક્ષાએ કર્મની આદિ હોય અથતિ માનીએ તો જીવો પહેલા કમરહિત હોય અને પછી કર્મનો સંયોગ થયો હોય એમ માનવું પડે અને એમ માનીએ તો સિદ્ધનાં જીવોને પણ કર્મનો સંયોગ થાય તે પ્રમાણે થતું નથી માટે કર્મની આદિ નથી અનાદિ છે.
પ્ર. ૧૯. અનાદિ કર્મનો સંયોગ છે તો તેનો વિયોગ કેવી રીતે થઈ શકે ?
ઉ. અનાદિ સંયોગોનો પણ વિયોગ દેખાય છે. ખાણમાંથી નીકળેલ સોનાની માફક. જેમ ખાણમાં રહેલું સોનું અનાદિથી માટીના સંયોગવાળું હોય છે. તો તેને તેવા પ્રકારની સામગ્રીથી માટી દૂર કરી સોનું જુદું પાડી શકાય છે. તેમ જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં જ્ઞાન, દર્શન ચારિત્ર અને ધ્યાનરૂપી અગ્નિ વડે અનાદિ કર્મનો વિયોગ પણ સિદ્ધ થાય છે.
પયઈ-ઠિઈ-રસ-પએસા, તે ચહા મોઅગસ્ત દિઠંતા,
મૂલપગઈદ ઉત્તર- પગઈ અડવત્નસયભેયં / ૨ / ભાવાર્થ :
એ કર્મ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપ ચાર પ્રકારનાં છે અને તે લાડવાના દ્રષ્ટાંતથી જાણવા તથા મૂલ પ્રકૃતિ કોની આઠ છે. અને ઉત્તર પ્રવૃતિઓ એકસો ને અઠ્ઠાવન હોય છે.
પ્ર. ૨૦. એ કર્મના પ્રકારો કેટલા છે ? ઉ. : એ કર્મના પ્રકારો ચાર છે. પ્ર. ૨૧. કર્મના ચાર પ્રકારો છે તે કયા કયા? ઉ.: (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ અને (૪) પ્રદેશબંધ. પ્ર. ૨૨. પ્રકૃતિબંધ કોને કહેવાય ?
ઉ. : પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્થિતિ, રસ અને પ્રદેશોનો જે સમુદાય તે પ્રકૃતિબંધ કહેવાય છે. અને તે પ્રદેશોના સમુદાયનો જ્ઞાન, દર્શન, આદિને આવરવાનો જે સ્વભાવ તે પ્રકૃતિબંધ કહેવાય છે.
પ્ર. ૨૩. સ્થિતિબંધ કોને કહેવાય ? ઉ. અધ્યવસાય વિશેષથી ગ્રહણ કરાયેલા કર્મ દલીકોનો આત્માની સાથેનો
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org