________________
૭૬] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કાવ્યચેરીને આરોપ મુકાયો એ સોમેશ્વર તે શરમથી માં પણ બહાર બતાવતો નહોતે, તે રાજભવનમાં જવાની તો વાત જ શી ! થોડા સમય પછી સેમેશ્વરે વરતુપાળને ત્યાં જઈને કાવ્યચોરીનું આળ પિતાના ઉપર ખોટી રીતે ચડાવવામાં આવ્યું હતું એની વાત કરી. વસ્તુપાળ તેને હરિહર સાથે મૈત્રી કરવા સૂચના આપી; અને બન્ને જણ હરિહરને ઘેર ગયા. સોમેશ્વરે પિતાના ઉપરનો કાવ્યરીને આરોપ દૂર કરવા હરિહરને વિનંતી કરી. હરિહરે એ વિનંતીને રવીકાર કર્યો. પછી બીજે દિવસે રાજસભામાં હરિહરને કહ્યું કે “પરમેશ્વરી ભારતીની કૃપાથી મને એવી શક્તિ પ્રાપ્ત થયેલી છે કે ગમે તે પ્રકારનાં ૧૦૮ પદ્યો એકસાથે સાંભળીને હું યાદ રાખી શકું.' સેમેશ્વરકત ૧૦૮ પદ્યો પણ પોતે એ રીતે યાદ રાખીને બેલ્યો હતો એ તેણે કહ્યું. રાજાને ખાતરી કરાવવા માટે આવા બીજા પણ અનેક પ્રયોગો હરિહરે તે સમયે કરી બતાવ્યા. વિરધવલે હરિહરને પૂછયું કે “જો આમ હતું તો તમે સોમેશ્વર ઉપર શા માટે આળ ચડાવ્યું ?” હરિહરે ઉત્તર આપ્યો કે “સેમેશ્વરે મારી અવજ્ઞા કરી હતી તેથી.” રાજાએ કહ્યું કે “સરસ્વતીપુત્રોની વચ્ચે તે સ્નેહ જ યુક્ત છે.” પછી તેણે બનેનું આલિંગન કરાવ્યું. સોમેશ્વર નિષ્કલંક પુરવાર થયો અને બને પંડિત મિત્રો થયા. પછી નિત્ય દરબારમાં ઇષ્ટગોષ્ઠી થતી. હરિહર “નૈષધીયચરિતમાંથી અવસરચિત કાવ્યો બેસતો. ઈ. સ. ૧૧૭૪ ના અરસામાં રચાયેલું “નૈષધ ” વસ્તુપાળના સમય સુધીમાં ગુજરાતમાં જાણીતું થયું નહોતું, અને આથી એમાંના લૈકાથી સર્વને આશ્ચર્ય થતું. એક વાર એ વિશે વસ્તુપાળે પ્રશ્ન કર્યો ત્યારે હરિહરે કહ્યું કે “આ નૈષધકાવ્યના શ્લેકે છે અને તેને કર્તા શ્રીહર્ષ છે.” એ કાવ્યની હસ્તપ્રત માટે વસ્તુપાળે માગણું કરી ત્યારે હરિહરે કહ્યું કે “આ પુસ્તક અન્યત્ર નથી, માટે ચાર પહેાર માટે જ તે હું આપીશ.” પછી વસ્તુપાળે રાત્રે લહિયાઓ બેસાડીને એ પુસ્તકની નવીન પ્રતિ લખાવી લીધી, અને જીર્ણ દેરીઓથી બાંધીને અને સુગંધી ચૂર્ણો વડે ધૂસર બનાવીને તે રાખી મૂકી. બીજે દિવસે સવારે હરિહર પુસ્તિકા લેવા આવ્યા ત્યારે મંત્રીએ કહ્યું કે “અમારા કોશમાં પણ આ શાસ્ત્ર હાય એવું સ્મરણ થાય છે.' પછી કેશમાંથી વિલંબપૂર્વક પેલી નવીન પ્રતિ ખોળી કાઢવામાં આવી. હરિહરને તે બતાવી, એટલે હરિહરે કહ્યું: “મંત્રી ! આ તમારી જ માયા છે. તમે પ્રતિપક્ષીઓને દંડયા છે, જૈન વૈષ્ણવ અને શિવ શાસને સ્થાપિત કર્યો છે, અને સ્વામીના વંશને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર મૂક્યો છે.”૪૪
૪૪. pકે, પૃ. ૫૮ થી આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org