________________
૭૪ ]. મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સૈકામાં રચાયેલા જુના ગુજરાતી ફાગુ “વસંતવિલાસ'માં સ્થાન પામેલ છે એ પણ અહીં નોંધવું જોઈએ. વસ્તુપાળના અવસાન પછી સોમેશ્વરે વ્યાસવિદ્યા છેડી દીધી
૭૮વસ્તુપાળની પ્રશંસાના સેમેશ્વરકૃત ઉપર્યુક્ત કે એક મિત્રનાં પ્રેમ અને સંમાનવૃત્તિ વ્યક્ત કરે છે. વસ્તુપાળે પણ સેમેશ્વરનાં વિદ્વત્તા, કવિત્વ અને ઉચ્ચ પદવીને એટલા જ ઉત્સાહથી બિરદાવ્યાં છે (જુઓ પેરા ૬૮ ના પ્રારંભમાં ટાંકેલો લેક.). પ્રબન્ધો અનુસાર, રાજા વીસલદેવના કધમાંથી સેમેશ્વરે વસ્તુપાળને બે વાર બચાવ્યો હતો (પેરા ૫૪). વસ્તુપાળ અને તેજપાળના પિતા ઉપરના અનેકવિધ ઉપકાર છતાં વિસલદેવ તેમને હેરાન કરતો હતો ત્યારે સોમેશ્વરે રાજાના અપકારીપણાનું સૂચન કરતો એક શ્લેક શીઘ્રકવિત્વથી રો હતો, અને રાજા તેથી શરમાઈ ગયો હતો. ૭ પ્રબન્ધ નોંધે છે કે વસ્તુપાળના અવસાન પછી સોમેશ્વરે પિતાના એ ગાઢ મિત્રના અવસાન પરત્વે ઊંડો શોક વ્યક્ત કરવા માટે વ્યાસવિદ્યાને ત્યાગ કર્યો હતો, અને વીસલદેવે આગ્રહ કર્યા છતાં તેની આગળ પુરાણોની કથાઓ વાંચવાનો અસ્વીકાર કર્યો હતો. પરિણામે રાજાએ ગણપતિ વ્યાસ નામે બીજા વિદ્વાનને આ કાર્ય માટે નીમ્યો હતો.૭૮ આ અનુશ્રુતિ વાસ્તવિક જણાય છે, કેમકે ઈ. સ. ૧૨૭રની નાનાકની બીજી પ્રશસ્તિના કર્તાનું નામ ગણપતિ વ્યાસ છે, અને તેમાં માળવા ઉપર વીસલદેવને વિજય વર્ણવતું “ધારાવંસ” નામે કાવ્ય પોતે રચ્યું હોવાનું તેણે કહ્યું છે.૩૯ ગણપતિ વ્યાસ વીસલદેવને દરબારી કવિ બન્યો હતો એ સ્પષ્ટ છે.
૭૯ સેમેશ્વરનું અવસાન ક્યારે થયું એ ચોક્કસપણે જાણી શકાય એમ નથી. ઈ. સ. ૧૨૫૫ સુધી—“વૈદ્યનાથપ્રશસ્તિ ” ના વર્ષ સુધી એ વિદ્યમાન હતે એટલું તે નક્કી છે.
(૨) હરિહર मुधा मधु मुधा सीधु मुधा कोऽपि सुधारसः । आस्वादितं मनोहारि यदि हारिहरं वचः ॥
–વસ્તુપાળ૪૦ ૩૭. pકે, પૃ. ૧૨૬; વચ, ૩-૩૩૨; વિતીક, પૃ. ૮૦ ૩૮. પુપ્રસં, પૃ. ૮૦ ૩૯. ગુએલે, નં. ૨૧૦, . ૧૮ ૪૦. પ્રકા, પૃ. ૫૮ માં ઉદ્દત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org