________________
અંગ્રેજી પ્રસ્તાવનામાં વરતુપાલનાં જીવન અને કાર્ય વિશે વિવિધ દષ્ટિબિંદુથી સંક્ષિપ્ત, પણ શાસ્ત્રીય અને વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ કર્યું છે. છેલ્લે ઈ. સ. ૧૯૩૯ માં શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ”
એ પુરતકના બીજા ભાગમાં (પૃ. ૩૮-૩૯૫) વસ્તુપાલના જીવન અને કાર્ય વિષે તથા તેણે સાહિત્યપ્રવૃત્તિને આપેલા ઉત્તેજન વિષે (પૃ. ૩૯૪-૯૫) લખ્યું છે.
પરંતુ કાથવટે, ચૂલર, રણછોડભાઈ અને આચાર્યો પિતાના નિબંધો લખ્યા ત્યાર પછીના પાંચ છ દશકામાં વસ્તુપાલના જીવનને લગતાં ઘણાં સાધનોસાહિત્યિક રચનાઓ તેમજ ઉત્કીર્ણ લેખો રૂપે-તથા વરતુપાલની પોતાની કેટલીક રચનાઓ (એક મહાકાવ્ય અને ચાર સ્તોત્રો) પાટણ અને અન્ય સ્થળોએ જૂના હસ્તલિખિત ગ્રંથભંડારોમાંથી શોધી કાઢવામાં આવેલ છે. વસ્તુપાલના સાહિત્યમંડળના અનેક કવિપંડિતેના જીવન વિશેની પુષ્કળ હકીકત તેમજ એમની રચનાઓ જાણવામાં આવી છે, જો કે આ સાહિત્યરચનાઓ ઠીક ઠીક અંશે હજી અપ્રકટ હાઈ માત્ર હરતપ્રતોરૂપે જ ઉપલબ્ધ છે, પણ અભ્યાસ માટે તે બહુ ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે.
" ઉપર જે વિદ્વાને વિશે વાત કરી છે તેમણે ઘણુંખરું વરતુપાલના જીવનના કોઈ અંગ વિશે લખ્યું છે, પણ તેમાંના કોઈએ એ વિષયનું સગપાંગ નિરૂપણ કરવાનો પ્રયાસ કર્યો નથી; તથા વરતુપાલ અને તેના સાહિત્યમંડળે સંસ્કૃતમાં આપેલા ફાળા વિશે તો કેવળ અછડતી ચર્ચા થઈ છે. વળી અત્યાર સુધી શોધાયેલી નવીન સામગ્રીને પણ એ માટે ઉપયોગી થયો નથી. આમ વસ્તુપાલના જીવન પર–ખાસ કરીને તેણે અને તેના સાહિત્યમંડળે સંસ્કૃત સાહિત્યમાં આપેલા ફાળા વિશે સમીક્ષાયુક્ત નિરૂપણ કરવાને અવકાશ હતે. પ્રસ્તુત પુસ્તકમાં આ વિષયનું ઐતિહાસિક અને સાહિત્યિક દૃષ્ટિએ અવલોકન કરવાનો પ્રયાસ છે.
૨. આ પુસ્તક છપાઈ ગયા પછી પણ આ દૃષ્ટિએ ગણનાપાત્ર કેટલીક હસ્તપ્રતો મળી છે. લાટના હાકેમ શંખને વસ્તુપાલે કરેલા પરાજય વર્ણવતું એક શંખપરાભવ નાટક પહેલી જ વાર જાણવામાં આવ્યું છે અને એની હસ્તપ્રત અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાંથી પૂમુનિશ્રી પુણ્યવિજયજીને મળી છે. ગુજરાતમાં રચાયેલાં ઐતિહાસિક સંસ્કૃત નાટકોમાં એથી એકનો ઉમેરો થાય છે. સોમેશ્વરકૃત “ઉલ્લાઘરાઘવ” નાટકની ઉપલબ્ધ એકમાત્ર ત્રુટિત પ્રત વિશે પૃ. ૧૫૭ ઉપર નોંધ કરી છે. એની સંપૂર્ણ હસ્તપ્રત પણ ઉપર્યુક્ત ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org