________________
પ્રકરણ ૪] વસ્તુપાળ-સાહિત્ય ને કલાના આશ્રયદાતા ને સાહિત્યકાર[૫૯
કાવ્ય છે. કાવ્યને અંતે (૧૬-૩૩) વસ્તુપાળે પેાતાની સંધયાત્રાના ઉલ્લેખ કર્યાં છે. ખીજાં સાધનેામાંથી જણાય છે કે એણે પહેલી માટી સંધયાત્રા ઈ. સ. ૧૨૨૧ માં કરી હતી, આથી કાવ્યની રચના એ વર્ષની પછી થઈ હાવી જોઈ એ. જીવન અને સાહિત્યનાં વિવિધ ક્ષેત્રામાં આવું વિશિષ્ટ કા કરનાર વસ્તુપાળની પ્રશંસા નીચેના ક્લાકમાં કરીને નરેન્દ્રપ્રભસૂરિએ એની અનેકવિધ સિદ્ધિના સક્ષિપ્ત કવિત્વમય ઉલ્લેખ કર્યો છે—
त्यागाः कुड्मलयन्ति कल्पविटपित्यागक्रियापाटवं का काव्यकलाप कोमलयति द्वैपायनीयं वचः । बुद्धिर्धिक्कुरुते च यस्य धिषणां चाणक्यचिन्तामणेः सोऽयं कस्य न वस्तुपालसचिवोत्तंसः प्रशंसास्पदम् ||३१
૬૬. એક વ્યક્તિ મહાન રાજપુરુષ અને વહીવટકર્તા હાય અને સાથેાસાથ સાહિત્યકાર પણ હાય એ આધુનિક વાચકને જરા આશ્ચર્ય જનક લાગે છે. આવા લેાકેા સાહિત્યને આશ્રય આપતા હાય એવું જાણવામાં આવે છે, પણ જ્યારે એમના ઉપર ગ્રન્થાના કર્તૃત્વનું આરેપણ કરવામાં આવે ત્યારે કેટલાકને એ વિશે શંકા થાય છે. વળી આવી શકા દર વખતે પાયા વિનાની હાતી નથી, કેમકે ભાજ અને ખીજા પ્રસિદ્ધ રાજાને નામે ચડેલી સાહિત્યકૃતિ તેમના આશ્રિતાએ રચેલી છે એમ કેટલાક વિદ્યાના માને છે, તેા પછી વસ્તુપાળની ગણાતી કૃતિ વિશે પણ આવી શંકા રાખવી ચેાગ્ય નથી ? આવી બાબતમાં શંકાનું સંપૂર્ણ નિવારણ તે ન થઈ શકે, કેમકે છેવટે તેા આ પ્રશ્ન પુરાવાને કેવી રીતે અર્થ કરવા એને છે. પરન્તુ એક વસ્તુ ચેાક્કસ છે કે રાજપુરુષ અને વહીવટકર્તા સાથેાસાથ સાહિત્યકાર પણ હાય એમાં કશું અસંગત કે અસંભવિત નથી. ડિઝરાયલીનું ઉદાહરણુ બહુ જાણીતું છે. પણ આવાં ઉદાહરણ માટે આપણે પરદેશ સુધી જવાની જરૂર નથી; ગુજરાતના તથા ભારતના બીજા પ્રદેશના સાહિત્યિક ઇતિહાસમાંથી આવા ઘણા દાખલા મળે છે. એમાંના કેટલાકને ઉલ્લેખ અહીં કરી શકાય. સંસ્કૃત નાટક મુદ્રારાક્ષસ ' ના ( ઈ. સ.ની પ્ મી સદી ) કર્તા વિશાખદત્ત એ મહારાજ ભાસ્કરદત્તના પુત્ર અને સામત વટેશ્વરદત્તના પૌત્ર હતા, અને ગુપ્તકાલના એક સામંત કુટુંબમાં જન્મ્યા હતા. · કપૂરચરિત ભાણ ’ આદિ છ રૂપાનેા (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝમાં ‘રૂપકષટ્કમ્’ શીર્ષક નીચે પ્રકટ થયેલાં રૂપકાના ) કર્તા વત્સરાજ ૧૩ મી સદીમાં થયેલા
6
:
૩૧. અમ, પૃ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org