________________
૪૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ વહીવટનાં સમગ્ર કાર્યોમાં લવણપ્રસાદ અને વિરધવલને વરતુપાળ અને તેજપાળની મોટી સહાય હતી. આ બન્ને મંત્રીઓએ પોતાનાં વીરત્વ અને કાર્યકુશળતાથી નર્મદા અને સાબરમતી વચ્ચેના આખાયે પ્રદેશમાં વાઘેલાઓની સત્તા વિસ્તારી તથા આખાએ ગુજરાતમાં શાન્તિ અને સુવ્યવસ્થા સ્થાપીને દેશને અંધાધુંધીમાંથી બચાવ્યો.
૪૯ પ્રબળે ઉપરથી જણાય છે કે વસ્તુપાળને એની નિમણુક પછી સ્તંભતીર્થ અથવા ખંભાતનું આધિપત્ય સંપાયું હતું અને તેજપાળને પ્રધાનમંત્રિમુદ્રા સુપરત થઈ હતી.૨૪ પોતાની પહેલાંના હાકેમોએ કરેલા અનેક અન્યાય વસ્તુપાળ દૂર કર્યા. એના અમલમાં લેકિના નૈતિક ધરણમાં સુધારો થયો, અને સર્વે પ્રામાણિકપણે પોતાનો ધંધો કરવા લાગ્યા. તેણે ચાંચિયાગીરી અટકાવી તથા વહાણવટી માણસને મોકલી એઓને પકડી લાવવા વ્યવથા કરી (કીકી, ૪-૧૬). તેણે કડક હાથે લાંચરુશવત દબાવી દીધી અને રાજ્યવહીવટ સુવ્યવસ્થિત કર્યો. એક જૂના લાંચિયા અમલદાર પાસેથી તેણે ૨૧૦૦૦ દ્રામને દંડ વસૂલ કર્યો.૨૫ રાજ્યનું મહેસૂલ ઘણા સમયથી ચડી ગયું હતું; નીતિશાસ્ત્રમાં કહેલા ચારે ઉપાયોને પ્રયોગ કરીને તેણે તે વસૂલ કર્યું અને રાજકાશ ભરી દીધે.૨૬ સ્તંભતીર્થના કેટલાક ઉચ્ચાધિકારીઓ જેઓ પોતાના કામકાજ વિશે સંતોષજનક ખુલાસો આપતા નહોતા, એમના હિસાબે તેણે તપાસ્યા, અને એમને સજા કરી,૨૭ ખંભાતની આસપાસનાં ગામના કેટલાક અન્યાયી મુખીઓને તેણે સજા કરી તથા એમની પાસેથી વસૂલ લીવેલાં નાણાંથી મન્દિર બંધાયાં.૨૮ આ પ્રમાણે રાજયમાં પ્રવર્તત માન્ય ન્યાય તેણે દૂર કર્યો (વચ, ૪-૪૦) અને મેટા નાના તમામ રાજ્યધિકારીઓનું શૈથિલ્ય કડકાઈથી દાબી દીધું. વસ્તુપાળ અને તેજપાળે પોતાની રાજકીય કારકિર્દીના આરંભમાં કરેલાં યુદ્ધો આ અવ્યવરથી દૂર કરીને લોકોમાં વિશ્વાસ પુનઃ રથાપિત કરવાના રાજ્ય કરીને તે પાટણની ગાદીએ આવ્યો હતો. પાટણના છેલ્લા ચૌલુક્ય રાજા ત્રિભુવનપાલનો તેણે વધ કર્યો હોય અથવા ત્રિભુવનપાલને વારસ ન હોય તેથી તેણે રાજ્યગાદી કબજે કરી હોય ( ગુમરાઇ, ભાગ ૨, પૃ. ૩૯૯).
૨૪. પ્રકે, પૃ. ૧૦૨ ૨૫. વચ, ૨; પ્રકા, પૃ. ૧૦૩ ૨૬. વચ, ૨ ૨૭. એ જ, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org