________________
પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ર૧ સિદ્ધરાજે બંધાવેલા સુપ્રસિદ્ધ સહસ્ત્રલિંગ તળાવનું સંસ્કૃત પ્રશસ્તિકાવ્ય તેણે રચેલું હતું. એ કાવ્ય આરસની એક પદિકામાં કોતરીને સહસ્ત્રલિંગને કિનારે સિદ્ધરાજે બંધાવેલા કીર્તિસ્તંભમાં મૂકવામાં આવ્યું હતું. એ પદિકાને એક નાને ટુકડે પાટણમાં એક મંદિરની ભીંતમાં ચણાયેલે મળ્યો છે.૪૬ સિદ્ધપુરના રુદ્રમહાલયને સિદ્ધરાજે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એની પ્રશસ્તિ પણ શ્રીપાલે રચી હતી એમ કહેવાય છે.૪૭ કુમારપાળના રાજ્યકાળમાં, ઈ. સ. ૧૧૫૦માં બંધાયેલી વડનગરના કિલ્લાની પ્રશસ્તિને અંતે શ્રીપાલ પિતાને વિશે કહે છે–
एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः । श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत्पशस्ताम् ॥४८
આમાં જેની વાત કરવામાં આવી છે એ “મહાપ્રબન્ધ' એ “પ્રભાવકચરિતમાં નિર્દિષ્ટ વૈરોચનવિજય હશે,૪૯ એવું અનુમાન થાય છે. વડનગરપ્રશસ્તિને ઉપર ટાંકેલા લેકમાં કહ્યું છે તેમ શ્રીપાલ એ સિદ્ધરાજને ગાઢ મિત્ર હતો તથા એના દરબારમાંના કવિમંડળમાં મુખ્ય હતે. અણુહિલવાડના દરબારમાં આવેલા ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધ તથા અન્ય પંડિતો સાથેનાં એનાં સ્પર્ધા અને સંપર્ક વિશેની ઘણી માહિતી પ્રબોમાંથી મળે છે.૫૦ સમકાલીન કવિઓમાંના કેટલાક પિતાની રચનાઓ સુધરાવવા માટે શ્રીપાલ પાસે આવતા એવી હકીકત પણ પ્રાપ્ત થાય છે. ૫૧
૨૯ શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ એક સારો કવિ હતે. સોમપ્રભાચાર્યું પિતાને પ્રાકૃત ગ્રન્થ કુમારપાલપ્રતિબોધ ઈ. સ. ૧૧૮૫ માં સિદ્ધપાલના ઉપાશ્રયમાં રહીને ર હતો. સિદ્ધપાલને પુત્ર વિજયપાલ પણ નાટકકાર હતો અને એણે રચેલું દ્રૌપદીરવયંવર’ નાટક અણહિલવાડમાં મૂળરાજે બંધા
૪૬. સાતમી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદને અહેવાલ, પૃ. ૬૪૯ ઉપર આ વિશે શ્રી. રામલાલ મેદીને અંગ્રેજી લેખ. આ લેખ ગુજરાતીમાં “સ્વ. ૨. યુ. મેદી લેખસંગ્રહ માં છપાયે છે.
૪૭. જૈસાઇ, પૃ. ૨૩૫-૩૬ ૪૮. “પ્રાચીન લેખમાલા', ભાગ ૧, નં. ૪૫ ૪૯. બુક, પુ. ૭૭, પૃ. ૩૩ ૫૦. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૫૫ અને આગળ ૫૧. જૈસાઈ, પૃ. ૨૩૫-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org