________________
૧૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ અને આશ્રયદાતા સિદ્ધરાજ એ બન્નેનું નામ એ સાથે જોડવા માટે એને સિદ્ધહેમચન્દ્ર' એવું નામ આપ્યું. સિદ્ધરાજે એની પુષ્કળ નકલે કરાવી અને ભારતના જુદા જુદા પ્રદેશમાં મોકલી આપી. એ સમયના સરરવતીપીઠ– કાશ્મીરમાં એની વીસ નકલ મોકલવામાં આવી. વળી હેમચન્દ્ર બે “યાશ્રય” કા –એક સંસ્કૃત અને બીજુ પ્રાકૃત–રચ્યાં. એમાં “સિદ્ધહેમ' વ્યાકરણનાં અનુક્રમે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને લગતાં સૂત્રોને ભાષામાં કઈ રીતે વિનિયોગ થાય છે. એનાં ઉદાહરણ આપવા સાથે ચૌલુક્ય વંશને તથા સિદ્ધરાજ અને કુમારપાળ(ઈ. સ. ૧૧૪૩-૧૧૭૪)ને ઇતિહાસ તેમણે આપે છે. સાહિત્યની એક પણ શાખા એવી નથી, જેમાં હેમચન્દ્ર પિતાને વિશિષ્ટ ફાળો આપ્યો ન હોય. હેમચન્દ્રના એક લધુવયસ્ક સમકાલીન સેમપ્રભાચાર્યો નીચેના શ્લોકમાં હેમચન્દ્રની સાહિત્યિક સિદ્ધિઓને બહુ સંક્ષેપમાં પણ ઔચિત્યપૂર્વક વર્ણવી છે—
क्लप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वन्याश्रयालंकारौ प्रथितौ नवी प्रकटितौ श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥
અર્થાત જેમણે નવું વ્યાકરણ (“સિદ્ધહેમ') રચ્યું, નવું છન્દ શાસ્ત્ર (“છન્દાનુશાસન') રચ્યું, નવાં ‘દ્વયાશ્રય” કાવ્યો અને અલંકારશાસ્ત્ર (“કાવ્યાનુશાસન') પ્રથિત કર્યો, નવું યોગશાસ્ત્ર પ્રકટ કર્યું, નવું તર્કશાસ્ત્ર (“પ્રમાણમીમાંસા') સજ્જ કર્યું તથા જિનેશ્વર આદિનું નવું ચરિત્ર (“ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' અને “પરિશિષ્ટ પર્વ ') રચ્યું; તેમણે કઈ રીતે આપણું અજ્ઞાન દૂર કર્યું નથી ?”
આ ગ્રન્થો ઉપરાંત હેમચન્ટે ‘અનેકાર્થસંગ્રહ', “અભિધાનચિન્તામણિ,” સંસ્કૃતેતર પ્રાકૃત શબ્દોને કેશ “દેશનામમાલા ' એ સાહિત્યને લગતા કેશે રચ્યા છે. એમને “નિઘંટુશેષ’ના પહેલા બે વિભાગો ઓષધિ અને વનસ્પતિને લગતા છે, જ્યારે ત્રીજો વિભાગ રત્નોને લગતો છે. આ સિવાય એમણે તત્ત્વજ્ઞાનગર્ભિત કેટલાંક સ્તોત્રો પણ રચાં છે.૪૦ હેમચન્દ્ર પ્રત્યે
૪૦. હેમચંદ્રનાં જીવન અને કાર્ય માટે જુઓ, . ન્યૂલર, “લાઈફ ઓફ હેમચંદ્રાચાર્ય;” ૨. છો. પરીખ, ઉપર્યુક્ત ભાગ ૧; તથા મધુસૂદન મોદી હૈમસમીક્ષા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org