________________
૧૬] , મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ સૂરિ (૧૧ મે સંક) અને નેમિચન્દ્ર (ઈ. સ. ૧૦૭૩), જૈન આગમનાં નવ અંગે ઉપર પ્રમાણભૂત ટીકાઓ લખનાર અને એ કારણે નવાંગીવૃત્તિકાર તરીકે ઓળખાતા અભયદેવસૂરિ (૧૧ મે સૈકે), આ ટીકાઓનું સંશોધન કરનાર વેણાચાર્ય તથા વિવિધ ધાર્મિક અને સાહિત્યિક વિષય ઉપર ગ્રન્થ લખનાર બે ભાઈઓ–જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ (૧૧ મા સૈકાને પૂર્વાર્ધ) ખાસ ઉલ્લેખપાત્ર છે.૩૩
૨૧. ઉપલબ્ધ પ્રમાણેથી જાણવા મળે છે કે ભારતના જુદા જુદા પ્રદેશના તથા સંપ્રદાયના કવિઓ, વિદ્વાને અને તાકિ કે ગુર્જર દેશના પાટનગરની મુલાકાતે આવતા હતા અને જૈન વિદ્વાનોની બાબતમાં પણ એમની કસોટી તક અને વાદવિવાદની પ્રવીણતા, વિવિધ દર્શનેનું જ્ઞાન, વ્યાકરણ ઉપર પ્રભુત્વ અને કાવ્યકળાની શક્તિ—એ વડે થતી હતી.૩૪ તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્ય એ ત્રણ ભારતમાં બૌદ્ધિક પ્રવૃત્તિના મુખ્ય વિષયો હતા અને ગુજરાતના જૈન લેખકોએ પણ “વિદ્યાત્રી' તરીકે એ ત્રણને ખાસ ઉલ્લેખ કરે છે."
૨૨. અણહિલવાડ અને ધારા અર્થાત ગુજરાત અને માળવા વચ્ચે સંસ્કાર અને વિદ્યાની બાબતમાં ઊંડી રપર્ધા ચાલતી હતી. એક પ્રદેશના વિદ્વાને બીજા પ્રદેશમાં જઈને પિતાના વતનની વિદ્યાવિષયક સરસાઈ પુરવાર કરવાને પ્રયત્ન કરતા હતા. ગુજરાત અને માળવાના રાજાઓ જે કે કાયમ લડ્યા કરતા હતા અને પરિણામે કેટલાક રાજકીય ઉત્પાત મચતો હતો, તે-- પણ આ સ્પર્ધાને કારણે ગુજરાત અને માળવાનું સાંસ્કારિક જીવન જાણે કે એકસાથે વિકસતું હતું. અણહિલવાડના રાજા સિદ્ધરાજ જયસિંહે ઈ. સ. ૧૧૩૬-૩૭ માં માળવા ઉપર વિજય મેળવીને એને ગુજરાતના રાજ્ય સાથે ભેળવી દીધું હતું.39
૨૩. ગુજરાતના બધા રાજાઓમાં લેકે સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩)ને સૌથી વધુ યાદ કરે છે. હજી પણ લેકસાહિત્યમાં અને
૩૩. અણહિલવાડ અને આસપાસના પ્રદેશમાં રચાયેલા ગ્રન્થમાંથી આ થોડાક જ છે. વધુ વિગતો માટે જિજ્ઞાસુ વાચકે શ. મેહનલાલ દેસાઈત જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” જેવું પુસ્તક જેવું.
૩૪. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૩૦-૪૦ ૩૫. ભે. જ. સાંડેસરા, ઉપર્યુક્ત પૃ. ૩૬ ૩૬. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૪૦ અને આગળ ૩૭. દુર્ગાશંકર શાસ્ત્રી, ગુમરાઈ, ભાગ ૧, પૃ. ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org