________________
પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં કાળે
[ ૨૩૧ વિશે વાત કરતાં સમયના નાનામાં નાના વિભાગથી શરૂ કરી તે વર્ષ સુધી આવે છે, અને એ વિશે કહે છે–
વૈવજ્ઞનાં ૪ ચૈત્રવિણાનાં કાવલિઃ (પત્ર ૬૯૦૪૪
એ બતાવે છે કે અમરચન્દ્રના સમયમાં ગુજરાતના નિદાન અમુક પ્રદેશમાં તે વર્ષને પ્રારંભ શ્રાવણથી ગણવામાં આવતા હતા. અહીં તેંધવું રસપ્રદ થશે કે જન આગમના બે ગ્રન્થ “ભગવતી સૂત્ર (૧૮-૧૦) અને જ્ઞાતાધર્મકથા સૂત્ર” (પૃ. ૧૦૭) શ્રાવણાદિ વર્ષને ઉલ્લેખ કરે છે તથા કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર' (અધિકરણ ૨, અભ્યાસ ૭) પણ શ્રાવણાદિ વર્ષની નોંધ કરે છે. આ પછી કર્તા ઋતુઓની—ખાસ કરીને વસંતની, એમાં ખીલતાં વૃક્ષોની તથા એ વૃક્ષનાં દેહદોની વાત કરે છે. આમ કવિતારચનામાં ઉપયોગી અનેકવિધ પ્રકીર્ણ માહિતી સંકલિત સ્વરૂપમાં આપીને પહેલા પ્રતાનના છેલ્લા સ્તબક ઉપરની “પરિમલ” વૃત્તિ અમરચન્દ્ર પૂરી કરે છે. એ પછી બીજા પ્રતાન ઉપરની વૃત્તિ શરૂ થાય છે, પણ બીજા પ્રતાનના બીજા સ્તબક ઉપરની વૃત્તિ શરૂ થાય ત્યારે પહેલાં જ મને મળેલી બને હસ્તપ્રતો અધૂરી રહે છે. મૂલની યૌગિક શબ્દોની સૂચિ (પ્રતાન ૨, સ્તબક ૨) ઉપર “કવિક્ષિશ વૃત્તિએ વિવરણ કર્યું નથી તે “પરિમલ વિસ્તારથી સમજાવે છે, જ્યારે એ જ પ્રતાનને પહેલો સ્તબક જે ઉપર “ કવિશિક્ષા-” એ ટીકા કરી છે તે ઉપર “પરિમલ'માં કંઈ વિવેચન નથી.
૨૬૯, “કાવ્યકલ્પલતા તથા તે ઉપરની આ બે વૃત્તિઓ કવિતાના સિદ્ધાત્તિક કે વિદ્વત્તાવિષયક અંગને નહિ, તેના વ્યવહારુ અંગને આજે આપણને કંઈક યાગ્નિક પણ લાગે એ રીતે વિચાર કરે છે, અને એથી એમાં ઝાઝાં અવતરણ કે પ્રમાણો ટાંકવામાં આવ્યાં નથી. “કવિશિક્ષા” વૃત્તિમાં અમરચન્દ્ર પિતાની બીજી કૃતિઓ–દે રત્નાવલિ', “મંજરી', “પરિમલ” અને “અલંકારપ્રબોધીને ૪૫ ઉલ્લેખ કરે છે, તથા એક સ્થળે (પૃ. ૨૮) તેમણે વૈયાકરણ શાકટાયનને આધાર ટાંક્યો છે. પરિમલ' વૃત્તિમાં “નાટયશાસ્ત્રકાર ભરત (પત્ર ૬૪ અને હેમચન્દ્રકૃત “દાનુશાસન' (પત્ર ૨, ૯) તથા “સિદ્ધહેમ વ્યાકરણના (પત્ર ૧૧) આધાર ટાંકવામાં આવ્યા છે. વળી એમાં માલતીમાધવને ઉલ્લેખ છે (પત્ર ૬૧); “રઘુવંશ'માંથી (પત્ર ૧)
૪૪. અહીં નોંધેલ પરિમલીનાં પત્ર શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિર, પાટણની હસ્તપ્રત નં. ૯૫૧૧ નાં છે.
૪૫ જુઓ, પેરા ૧૬૪ અને ૧૦૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org