________________
પ્રકરણ ૧૩ અપભ્રંશ રાસ
રાસક ' અથવા રાસ - ૨૪૧, વસ્તુપાળના સાહિત્યમંડળે સંસ્કૃત સાહિત્યમાં આપેલા ફાળાની ચર્ચા આ પુસ્તકમાં મુખ્યત્વે કરવામાં આવી છે, તો પણ એ મંડળના કવિઓએ રચેલા અપભ્રંશ રાસાઓનું અવલેકિન અહીં કરવું સમુચિત ગણાશે, કેમકે વસ્તુપાળ દ્વારા ઉત્તેજન પામેલી સાહિત્યપ્રવૃત્તિને એ પણ ફાલ છે. આ બે રાસ તે વિજયસેનસૂરિકૃત “રેવંતગિરિ રાસુ” અને પાહુણપત્રકૃત “ આબુ રાસ.' પણ એ કાવ્યાનું અવલોકન કરતાં પહેલાં, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં સુપ્રચલિત એવા ‘રાસ” અથવા રાસુ” (સં. )ને સાહિત્યપ્રકાર વિશે આપણે વિચાર કરીએ.
૨૪. રાસકની રચના માત્ર વાચન કે પઠન માટે નહિ, પણ નૃત્યાદિપૂર્વક ગાવા માટે થતી. આ પ્રકારની રચના એ મૂળે તે લોકનૃત્ય અને લેકસંગીત જ હતી. પાછળથી જ્યારે અભિનય સાહિત્યરચનાઓની વિગતવાર પર્યાલોચના થઈ ત્યારે મુખ્યત્વે બે વિભાગમાં તેનું વર્ગીકરણ થયું–(૧) જેમાં પઠન સાથે અભિનયને અવકાશ હતે એવી રચનાઓ, અને (૨) જેમાં સંગીત અને નૃત્યને અવકાશ હ એવી રચનાઓ. “રાસક જેમાંથી “રાસુ” અને “રાસ' એ પ્રકારે ઊતરી આવ્યા છે એને સમાવેશ આ બીજા વિભાગમાં થાય છે. આ પ્રકારનું વર્ગીકરણ–જેમાં ડોમ્બિકા, ભાણ, પ્રસ્થાન, ષિકગક, ભાણિકા, રામક્રીડ, હલ્લીસક અને રાસકને સમાવેશ થાય છે તેને પ્રાચીનતમ ઉપલબ્ધ ઉલ્લેખ અભિનવગુપ્તકત “અભિનવભારતી "માં (ઈ. સ. ૧૦૦૦ આસપાસ) મળે છે, ત્યાં રાસક ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે–
अनेकनर्तकीयोज्यं चित्रताललयान्वितम् । __ आचतुष्षष्टियुगलाद्रासकं ममृणोद्धतम् ॥१
એમાંથી જણાય છે કે “રાસક ' એક પ્રકારનું ગેય રૂપક હતું, જે સુંદર તાલ અને લયથી અન્વત હતું, જેમાં અનેક નૃત્ય કરતી સ્ત્રીઓ – વધુમાં વધુ ૬૪ જોડલાં-ભાગ લેતી, અને જે કોઈ વાર મૃદુ અને કઈ વાર ઉદ્ધત હતું. ઉપર જેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વર્ગીકરણ અને
૧. ભરતનું “નાટયશાસ્ત્ર “ (ગા. એ. સિ.), પુ. ૧, પૃ. ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org