________________
પ્રકરણ ૮] સંસ્કૃત સાહિત્યમાં કાળે
[ ૧૮૫ ની માતા કુમારદેવીની ગજાધિરૂઢ મૂર્તિ હાથમાં ચાંદીનાં પુષ્પોની માળા લઈને, શ્રી ઋષભદેવની માતાની જેમ, ઊભેલી છે. ચૌલુકય રાજાના હૃદયને આનંદ પમાડવા માટે તેણે ત્યાં અન્ય પણ પ્રશસ્ત કીર્તિસ્થાને નિર્માણ કર્યો (૬૭-૭૦). તે આ પ્રમાણે-દર્ભાવતી નગરમાં વૈદ્યનાથ મન્દિરના સભાગૃહમાં તેજપાળે એકવીસ સુવર્ણ કુંભ સ્થાપ્યા. વૈદ્યનાથ મહાદેવના ગર્ભ ગૃહની સામે એ સુકતીએ જૈન ચૈત્ય બંધાવ્યું, અને એમાં પોતાના રાજાની (વરધવલની), એની પ્રિયતમાની, પિતાની તથા પોતાના જ્યેષ્ટ અને કનિષ્ઠ સંબંધીઓની મૂર્તિઓ મુકાવી (૭૧-૭૨). એના નવ ખંડના ઉદ્યોતેમાં તેજપાળે નવ પ્રકાશમાન પવિત્ર સુવર્ણકલશો મૂકયા (૭૩). એની પડસાળના પશ્ચિમ અને ઉત્તર દ્વાર ઉપર તેણે પોતાની કીર્તિની મંગલ પાઠક એવી બે પ્રશસ્તિ (શિલાઓ)૧૩ સ્થાપિત કરી (૭૪). સ્વાદ જળથી ભરેલી સ્વયંવર નામે મેટી વાવ ખોદાવીને તેણે વસુધાને નવી સુધાના સ્વાદવાળી બનાવી (૭૫). વૈદ્યનાથના ઉત્તર દ્વારની સામે તેણે સફેદ આરસનું ઊંચું તોરણ બનાવ્યું (૭૬). અહીં રાજાને ગૃહની સામે એના બાન્ધવે (વસ્તુપાળે) કાંચન કુંભથી શોભાયમાન, બે માળવાળી, સફેદ આરસની વૃષભંડપિકા કરાવી (૭૭). વળી તેણે, રેવા અને ઉરું (એર) ના સંગમ પાસે કાલક્ષેત્રમાં પોતાના નાથ (વરધવલ) ના નામ ઉપરથી વીરેશ્વર દેવનું મન્દિર બંધાવ્યું (૭૮). કુંભેશ્વર તીર્થમાં સર્વ પ્રકારની ધર્મ સામગ્રીથી યુક્ત એવા તપવીઓના પાંચ મઠ તેણે કરાવ્યા (૯). આ પ્રમાણે દર્ભાવતી પ્રશસ્તિમાં છે.”
૨૧૯ “વસ્તુપાલચરિત માં આપેલ “દર્ભાવતી પ્રશસ્તિ ને સાર પ્રમાણભૂત છે તે એ ઉપરથી પુરવાર થાય છે કે વૈદ્યનાથના મન્દિરમાં સુવર્ણ કલશ મૂક્યાની વાત “સુકૃતસંકીર્તન' (૧૧-૩૩), “સુકૃતકીતિકલ્લોલિની'
૧૩. “વસ્તુપાલચરિત'માં પ્રારતી દવાના મીર્તિમરાઈટ એમ છે. એમાં પ્રારતી શબ્દ દ્વિવચનમાં હોવા છતાં એનું ભાષાતર મેં આ રીતે કર્યું છે, કારણ કે બ્લેક ૭૯ પછીના શબ્દો તિ રમવતીકરા એ પ્રમાણે છે, જે બતાવે છે કે પ્રશસ્તિ બે નહિ, પણ એક જ હતી. એક જ કાવ્યને બે તખ્તીઓ ઉપર કોતરીને તે બે જુદાં જુદાં દ્વાર ઉપર અથવા એક જ દ્વારની બે બાજુએ મૂકવાની પદ્ધતિ જૂના સમયમાં હતી. સોમેશ્વરકૃત ‘વૈદ્યનાથપ્રશસ્તિ'ની બે તકતીઓ ડભોઈની વિખ્યાત હીરાભાગળની બે બાજુએ મૂકેલી છે એ આજે પણ જોઈ શકાય છે. “વસ્તુપાલચરિત’માં જેનો સાર આપવામાં આવ્યું છે એ પ્રશસ્તિ વૈદ્યનાથના મન્દિરની સામે જ તેજપાળે બંધાવેલા જૈન મંદિરમાં મુકાઈ હતી એ યાદ રાખવાનું છે. પ્રસ્તુત જૈન મંદિરના અવશે પણ આજે તે સ્થળે જણાતા નથી.
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org