________________
૧૬૨ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ વિભાગ ૩
साङ्गत्यं कुलबालिकासु विनयः पूज्ये तनौ संवृतिमर्गोऽयं मुनिपुङ्गवैर्मृगदृशां श्रेयः श्रिये दर्शितः । (१-२१ )
એ શ્લોક ‘ શકુન્તલા 'ના કણ્વપ્રાક્ત પ્રસિદ્ધ શ્લોક સુધ્રૂષસ્વ મુન્ (૪–૧૦) ઉપરથી પ્રેરણા લઈને રચાયા લાગે છે. ‘ ઉલ્લાધરાધવ ’ના ખીજા અંકમાં સીતાના મુખના પરિમલથી આકર્ષિત થયેલા ભ્રમરથી રામ સીતાનું રક્ષણ કરે છે અને ભ્રમરને ઉદ્દેશીને પ્રાતથો શ્રમર મવતા (૨-૩૫) એ શ્લાક ખેાલે છે; - શકુન્તલા ’ના ખીજા અંકમાં આવતા એ પ્રકારના દૃશ્યની તથા ચહાપાનાં ěિ૦ (૧-૨૦ ) એ શ્લાકની અહીં સ્પષ્ટ અસર છે.
6
૧૯૨. સંસ્કૃત નાટક માટે ભાગે રાજદરબારે સાથે જોડાયેલું હતું, અને પ્રેક્ષક વર્ગ જો કે મિશ્ર પ્રકારના હતા તાપણ એનું મૂલ્યાંકન તે કાવ્યગુણા અથવા દાષા ખાળી કાઢવામાં નિપુણ એવા વિદ્વાનને હાથે થતું હતું. પરિણામે બને તેટલા શર્મિપ્રધાન શ્લેાકેા નાટકમાં દાખલ કરવાના પ્રયત્ન કવિ કરતા અને ક્રિયાવેગ તથા સંવાદો ઉપર માઠી અસર થતી. મુરારિ, રાજશેખર અને ખીજા ઉત્તરકાલીન નાટકકારેામાં આ વસ્તુ ખૂબ મેાટા પ્રમાણમાં જોવા મળે છે; એમાં વર્ણન આગળ ક્રિયા ગૌણ બની જાય છે અને વર્ણન પણ કવિના રચનાકૌશલના તથા શબ્દાલંકારામાંના એના નૈપુણ્યના કેવળ પ્રદર્શન જેવું બની જાય છે. સામેશ્વરમાં પણ આ લાક્ષણિકતાઓ હાય એ સ્વાભા વિક છે. કેટલેક સ્થળે એ ખૂબ દીસૂત્રી બની ગયા છે; જેમકે આખાયે ચેાથા અંકમાં એ ગદ્યના લાંબા અને કંટાળાજનક સંવાદ સિવાય ખીજુ` કશું નથી; ખીજો અંક કેવળ ઉદ્યાનના પ્રકૃતિસૌન્દર્યનું વર્ણન કરે છે. છેલ્લા અંકના અમુક ભાગ લંકાથી અયાપ્યા સુધીનાં કેટલાંક ભૌગેાલિક સ્થાન પરત્વે વીરકાવ્યાની શૈલીએ પુષ્કળ બ્લેાકેા આપે છે. આમ થવાનું એક કારણ એ પણ હતું કે નાટકો કે પ્રસંગેાપાત્ત ભજવાતાં હતાં, “કવિને માટે નાટકોના આ પ્રકારના પ્રયાગ એ માનાસ્પદ વસ્તુ હતી—તાપણ નાટકાની પ્રતિષ્ઠા અને કીર્તિ તે વંચાય એના ઉપર માટે ભાગે અવલંબતી હતી.
૧૯૩. પરન્તુ સામેશ્વરકૃત ‘ઉલ્લાધરાધવ'ની વિશેષતા એ વસ્તુમાં રહેલી છે કે ઉત્તરકાલીન નાટકનાં આ બધાં લક્ષણા તેમાં હેાવા છતાં એનાં ગદ્ય અને પદ્ય સુષ્ઠુ તથા પ્રાસાદિક શૈલીએ લખાયેલ છે; આપણે અગાઉ જોયું છે તેમ, સોમેશ્વરની આ એક વિશેષતા છે. આખીયે રામકથાના ઘણા મેટા વિષયને એક નાટકમાં સમાવવાનું કાર્ય તેણે એકંદરે સફળતાપૂર્વક કર્યું છે,
૯, કીથ, ઉપર્યુક્ત, પૃ. ૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org