________________
પ્રકરણ ૬ ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૩૭
છે અને એમાં કુલ ૧૦૨૧ શ્લાક છે. વસ્તુપાળને પુત્ર જૈસિંહ કે જેની વિનતિથી આ કાવ્ય રચાયું હતું તેની પ્રશંસાના એક શ્લાક પ્રત્યેક સને અંતે કવિએ આપ્યા છે (પૅરા ૧૨૫).
૧૫૬. પહેલા સમાં સજ્જનપ્રશંસા અને દુર્જનનિન્દા પછી અને કાવ્યામૃતને મહિમા વર્ણવ્યા પછી કવિ આત્મવૃત્તાન્ત આપે છે, અને પેાતાના ઉપર સરસ્વતીની કૃપા કેવી રીતે થઈ એ જણાવે છે. કાવ્યનાયકને પરિચય આપતાં, પોતે કરેલી વસ્તુ-પસંદગી ન્યાય્ય ધરાવતાં તે કહે છે : ‘જે ગુણા નલ રામ અને યુધિષ્ઠિરમાં હતા તે આજે વસ્તુપાળમાં છે, અને તેથી એને વિશે કંઈક કવન હું કરું છું' (૧-૭૬). બીજા સમાં અણુહિલ્લપુરનું———એમાં સુવર્ણ કલશવાળાં ભવ્ય મન્દિરાનું, એનાં મહાલયેાનું, મજબૂત કિલ્લાનું તથા એની આસપાસની ખાઈનું અને દુર્લભરાજસરનું વર્ણન છે. ત્રીજા સ માં મૂળરાજથી માંડી ભીમદેવ બીજા સુધીના ચૌલુક્ય વંશના રાજાઓના ઇતિહાસ અપાયા છે, જેની તુલના ‘ કાર્તિકૌમુદી અને ‘ સુકૃતસંકીર્તન ’માંના ઇતિહાસ સાથે થઈ શકે. જે પરાક્રમથી વીરધવલ અને એના પૂર્વજોએ અરાજકતામાંથી ગુજરાતનું રક્ષણ કર્યુ. એની પ્રશ'સા કરવામાં આવી છે (૩-૩૭ થી ૧૦). પછી ગુર્જર-રાજ્યલક્ષ્મી વીરધવલના સ્વમમાં આવે છે, અને ભીમદેવના નિળ શાસનમાં થયેલી દુર્દશામાંથી પેાતાનું રક્ષણ કરવા વિનંતિ કરે છે તથા એ માટે વસ્તુપાળ અને તેજપાળને મંત્રીએ તરીકે નીમવાની સલાહ આપે છે (૩-૫૧ થી ૬૪). આ આખાયે પ્રસંગ ‘ કીતિકૌમુદી 'ના બીજા સમાંના વૃત્તાન્તનું (પૅરા ૧૪૧) સ્પષ્ટ રૂપાન્તર જણાય છે.
૧૫૭, ચેાથે! સ બન્ને મંત્રી બન્ધુઓના ગુણ્ણા વધે છે, અને ખંભાતના હાકેમ તરીકે વસ્તુપાળની નિમણૂક થાય છે ત્યાં એ સર્ગના અંત આવે છે. પાંચમા સર્ગ શંખ સાથે વસ્તુપાળનું યુદ્ધ અને શ`ખના પરાજય વર્ણવે છે; અને શંખ ભરૂચ તરફ વેગથી પલાયન કરી ગયા અને નિર્દેશ કરતાં કવિ કહે છે કે ‘ પેાતાના નગરમાં પહોંચ્યા પછી જ એણે શ્વાસ ખાધે! ' (૪–૧૦૯). શંખ ઉપર મળેલા વિજય ઊજવવા માટે ખંભાતમાં થયેલા ઉત્સવના વર્ણનથી (૪-૧૧ અને ૧૧૧) સ પૂરા થાય છે. એ પછીના ત્રણ સફ્ળ પરંપરાગત રીતિનાં વર્ણનાથી રાકાયેલા છે. છઠ્ઠા સમાં ઋતુનું વર્ણન છે. સાતમા સ પુષ્પાવચય, દાલા અને જલક્રીડાનાં વનાથી અને આમે! સસુરત અને ચન્દ્રોયનાં વર્ણનાથી જ કાયેલા છે.
"
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org