________________
પ્રકરણ ૬ ]
સસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૩૫
૧૫૨, ગિરનારથી ધોળકા સુધીની ગંધની વળતી મુસાફરી દસમા સમાં વર્ણવેલી છે. ગિરનાર ઉપરથી નીચે ઊતર્યા પછી વસ્તુપાળે યાત્રાળુઓને જમાડયા તથા એમને પ્રીતિાના આપ્યાં. પછી ત્યાંથી આગળ વધી શુભ દિને ઉત્સવપૂર્વક વામનસ્થલીમાં પ્રવેશ કર્યો, કેમકે અગાઉ જૈન સંધાને એ નગરમાં પ્રવેશવાને નિષેધ હતા (૧૦-૬). વીરધવલના સાળા સાંગણુ અને ચામુંડના વિરાધને કારણે (પૅરા પર) કદાચ એ નિષેધ હશે. સંધ જ્યારે ધાળકા નજીક પહોંચ્યા ત્યારે રાણા વીરધવલ અને ઘણા નારિકા એને સત્કાર કરવા માટે આવ્યા. વસ્તુપાળ, તેજપાળ અને વીરધવલ, ‘ત્રિપુરુષરૂપમાં સ્થિત શિવની જેમ' (૧૦-૧૧) બંદીજનાનાં સ્તુતિવાકયા (૧૦-૧૪ થી ૨૯) અને દર્શનાત્સુક યુવતિઓનાં આનંદવાકયાની (૧૦-૩ થી ૪૨) વચ્ચે નગરમાં પ્રવેશ્યા.
૧૫૩. અગિયારમા સર્ગ વસ્તુપાળનાં સત્કૃત્યાના વર્ણનથી રાકાયેલા છે, અને કાવ્યનું નામ ધ્યાનમાં રાખતાં આ સને એના સૌથી મહત્ત્વના ભાગ ગણવા જોઇએ. સર્ગના આર્ભમાં જ કવિ કહે છે કે ખંભાતના હાકેમ તરીકે નિમાયા પછી તુરત વસ્તુપાળે પોતાની મૂર્તિમંત કીર્તિ જેવાં મન્દિર બાંધવા માંડવ્યાં. આ સ॰માં (શ્લાક ૨ થી ૩૪) જુદાં જુદાં બાંધકામા અને જદ્ધારા મળી વસ્તુપાળનાં કુલ ૪૩ સકૃત્યાની તેાંધ કવિએ કરી છે. વસ્તુપાળનાં આ પ્રકારનાં કાર્યોની ખરેખરી યાદી આ કરતાં લાંખી હાવી જોઈ એ, કેમકે ‘સુકૃતસંકીર્તન'ની રચના ઈ. સ. ૧૨૩૧ પહેલાં થયેલી છે (પૅરા ૯૮), એટલે એ પછી થયેલાં કાર્યાની નોંધ સ્વાભાવિક રીતે જ એમાં આવી ન શકે. ઉપર્યુક્ત યાદી અરિસિંહે વ્યવસ્થિત રૂપે આપી છે, અને એક પછી એક ગામ કે નગર લઇ એમાં થયેલાં બાંધકામ એણે વર્ણવ્યાં છે. અણુહિલવાડ, ખંભાત, ધેાળકા, શત્રુંજય, પાદલિપ્તપુર અથવા પાલીતાણા, અક પાલિત અથવા અંવાલિયા, ઉજ્જયંત અથવા ગિરનાર, સ્તંભન અથવા ખેડા જિલ્લાનું થામણા, દર્ભાવતી અથવા ડભાઇ અને આણુમાં વસ્તુપાળે બંધાવેલાં અથવા ર્ણોદ્ધાર કરેલાં મન્દિરા, તળાવા અને ખીજાં વિવિધ પ્રકારનાં બાંધકામેાના ઉલ્લેખ કવિ કરે છે.૧૫ બ્રાહ્મણ ધર્મનાં કેટલાંક મન્દિરાના જીર્ણોદ્ધાર આદિની નોંધ પણ આ યાદીમાં છે, જે આ મહાન દાનેશ્વરીની ઉદાર મનેાવૃત્તિ ઉપર પ્રકાશ પાડે છે. અંતમાં, વસ્તુપાળનાં
૧૫. સુસ'માં નોંધેલાં સત્કૃત્યો માટે તથા ખીજાં સાધનામાંથી મળતી એ પ્રકારની હકીકતા સાથે એની તુલના માટે જુએ બ્યૂલર, ઇએ, પુ, ૩૧, પૃ. ૪૧ થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org