________________
૧૨૨ ].
મહામાન્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
૧૩૮ આ વ્યાખ્યામાં કહ્યું છે તે પ્રમાણે, મહાકાવ્ય ઈતિહાસકથાને આધારે અથવા પરંપરાથી ઊતરી આવેલી કથાને આધારે રચાય છે. અથવા દડીએ કહ્યું છે તેમ, “સદાશ્રય” અર્થાત સપુને વૃત્તાન્તને આધારે રચાયું હોય અથવા અર્વાચીન અર્થમાં ઐતિહાસિક વસ્તુ ધરાવતું હોય. સંસ્કૃતનાં મોટા ભાગનાં મહાકાવ્ય ઇતિહાસકથા અથવા પરાણિક વસ્તુના આધારે રચાયેલાં છે. અર્વાચીન અર્થમાં એતિહાસિક કહી શકાય એવા વિષયો ઉપર લખાયેલાં મહાકાળે તો તુલનાએ પછીના સમયમાં મળે છે. પણ આપણી સાહિત્યરુચિ આખાયે ભારતને પરિચિત એવા પૌરાણિક પુરુષોની કથાઓને આધારે વિકસેલી હતી, અને ઈતિહાસકાળમાં થયેલા, મુકાબલે ઓછા જાણીતા વીર પુરુષો જેમાં નાયક તરીકે આવે છે એવાં મહાકાવ્યા પ્રમાણમાં મર્યાદિત પ્રસિદ્ધિ જ પામી શક્યાં. આવું સર્વસામાન્ય વલણ હોવા છતાં ભારતના કેટલાક પ્રદેશમાં–ખાસ કરીને ગુજરાતમાં– ઐતિહાસિક ઘટનાઓ અને વ્યક્તિઓ પરત્વે ઠીક ઠીક સંખ્યામાં મહાકાવ્યો રચાયાં છે, અને પ્રમાણમાં લોકપ્રિય પણ થયાં છે. જે ઐતિહાસિક મહાકાવ્યોની આ પ્રકરણમાં આપણે સમાલોચના કરવાના છીએ એઓની પૂર્વે ગુજરાતમાં એ પ્રકારની રચનાઓમાં હેમચન્દ્રકૃત બે ‘દ્વયાશ્રય” કાવ્યો (પૈરા ૨૪) છે, તથા એની પછી ગણપતિ વ્યાસકૃત “ધારાવંસ” જેને ઉલ્લેખ નાનાકની પ્રશસ્તિમાં (પૈરા ૮૮), જ્યસિહસૂરિનું ‘કુમારપાલચરિત મહાકાવ્ય (ઈ. સ. ૧૩૬૭), પ્રતિક સમનું “સેમસૌભાગ્ય' (ઈ. સ. ૧૪૬૮), દેવવિમલનું “હીરસૌભાગ્ય' (ઈ. સ. ૧૭મો સંકે) અને બીજી રચનાઓ છે; અને કેટલાંક ઐતિહાસિક ચરિત્રોને પણ સગવડભરી રીતે આ કટિમાં મૂકી શકાય. મહાકાવ્યના પ્રકરણમાં વસ્તુપાળના સાહિત્યમંડળને ફાળે ચાર ઐતિહાસિક મહાકાવ્યો અને બ્રાહ્મણ અથવા જૈન પુરાણકથા વિશેનાં કેટલાંક મહાકાવ્યોનો છે. ઐતિહાસિક અને પૌરાણિક મહાકાવ્યોની સમાલોચના જુદી જુદી કરવી સગવડભરી થશે.
મહાકાવ્યના પ્રશિષ્ટ નમૂનાઓને ગુજરાતમાં અભ્યાસ
૧૩૯, આ કૃતિઓની સમાલોચના કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કાલિદાસાદિમાં મળે છે એવી પ્રથમ પંક્તિની કવિતાની અપેક્ષા આપણે એમાં ન રાખીએ તોપણ તેઓની સાહિત્યિક સિદ્ધિ નગણ્ય નથી, કેમકે પ્રશિષ્ટ કાવ્યસાહિત્યના ગાઢ અધ્યયનના પરિપાકરૂપ આ રચનાઓ છે. અગાઉ આપણે જોયું તેમ, મધ્યકાલીન ગુજરાતમાં જીવંત વિદ્યાપ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org