________________
પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમેળ [૧૦૯ જિનની પ્રાભાવિક રસુતિ રચી હતી. એમની પછી ધનેશ્વરસૂરિ થયા, જેમણે પિતાના ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો હતો અને સમયપુર(પાટણ પાસેના સમૌ)ની દેવતાને પ્રબોધી હતી. સરસ્વતીના ચાર હાથ જેવા વીરભદ્ર, દેવસૂરિ, દેવભદ્ર અને દેવેન્દ્રસૂરિ એ એમને ચાર શિષ્યો હતા. જ્યાં પુષ્કળ જિનપ્રાસાદો હતા એવા મંડળી (માંડલ) નગરમાં દેવેન્દ્રસૂરિએ મહાવીરચૈત્યમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. તેમના શિષ્ય ભદ્રેશ્વરસૂરિ અને એમના શિષ્ય અભયદેવસૂરિ થયા, જેમણે અનેક વાદીઓને પરાજિત કર્યા હતા. અભયદેવસૂરિનું ધર્મોપદેશામૃત પીને આડે ઉપદેશકન્ડલી” અને “વિવેકમંજરી” એ બે પ્રકરણગ્ર રચ્યા હતા. અભયદેવસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ “પદર્શન અને સાહિત્યમાં નિષ્ણાત હતા. એમના શિષ્ય એ બાલચન્દ્ર.
બાલચન્દ્રને વૃત્તાન્ત તથા વસ્તુપાળ સાથે એમને સંબંધ
૧૨૪, સાધુ તરીકે દીક્ષા લીધા પૂર્વેના પિતાના જીવનને કેટલાક વૃત્તાન્ત બાલચન્દ્ર “વસન્તવિલાસ' મહાકાવ્યના પ્રથમ સર્ગમાં આવે છે – મોઢેરક નગરમાં ધરાદેવ નામે એક સુપ્રસિદ્ધ બ્રાહ્મણ હતો. તે જિનપ્રણીત શાસ્ત્રોના રહસ્યને જાણનાર હતા, ધનિક હતો અને તેને ઘેર આવનાર યાચકે હંમેશાં ધનસમૃદ્ધ થઈને જતા હતા. એમની પત્નીનું નામ વિદ્યુત હતું. એમને મુંજાલ નામે પુત્ર હતો, જે પિતાના ઘરમાં રહેવા છતાં સંસારને જાલસ્વરૂપ સમજતો હતો. હરિભદ્રસૂરિની વાણી સાંભળી, વિવેકરૂપ સંપ મેળવી, માબાપની અનુમતિથી તે સાધુ થયે, અને એનું નામ બાલચન્દ્ર રાખવામાં આવ્યું. હરિભદ્રને પિતાને અંતકાળ નજીક આવેલો જણાયો ત્યારે એમણે બાલચન્દ્રને પોતાને સ્થાને સ્થાપ્યા. ચૌલુક્ય રાજાઓ જેમના ચરણમાં નમતા એવા મહાવિદ્વાન પદ્માદિત્ય તેમના અધ્યાપક હતા. વાદીદેવસૂરિના ગચ્છના ઉદયસૂરિએ એમને સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વાર
ગનિદ્રામાં દેવી સરસ્વતી બાલચન્દ્રને પ્રત્યક્ષ થઈ અને તેણે તેમને કહ્યું કે વત્સ! તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી કરેલા મારા ધ્યાનથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને પૂર્વે કાલિદાસ આદિ મારી ભક્તિથી કવીન્દ્રો થયા તેમ તું પણ થઈશ.” અને બાલચન્દ્ર કહે છે કે આ પ્રમાણે વાગેવતાને આશીર્વાદ પામીને વસ્તુપાળની કીર્તિ ગાવાનું સાહસ હું કરું છું. પ્રબો નોંધે છે કે યુવાન બાલચન્ટે બધી બાબતમાં શિવ સાથે વસ્તુપાળની તુલના - ૧૬૩. જૈન આગમોના સુપ્રસિદ્ધ ટીકાકાર અભયદેવસૂરિથી (પૅરા ૨૦) આ અભયદેવસૂરિ ભિન્ન છે, એ ધ્યાનમાં રાખવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org