________________
પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૦૭ બહિભૂત આવા ઘણુ ગ્રન્થથી મારું મન ખૂબ કદર્શિત થયું છે, માટે જેને ઓછા બુદ્ધિશાળી પણ સમજી શકે એવું, અતિવિસ્તૃત નહિ એવું, કવિકલાને સર્વસ્વરૂપ શાસ્ત્ર કહે.” વરતુપાળની આ અભ્યર્થનાથી આચાર્ય સાહિત્યતત્વ કહ્યું તથા પિતાના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિને આવો ગ્રન્થ રચવા આદેશ આપ્યો. પરિણામે નરેન્દ્રપ્રભે “અલંકારમહોદધિ –કારિકા તથા તે ઉપરની વૃત્તિ–વસ્તુપાળના આનંદ અથે રચ્યાં.૧૫૬ કર્તાના પિતાના કથન મુજબ, એની રચના સં. ૧૨૮૨ (ઈ. સ. ૧૨૨૬ ) માં થઈ હતી.
નરેન્દ્ર
નરેન્દ્રપ્રભસૂરિની અન્ય રચનાઓ ૧૨૨. “ન્યાયકલીપજિકા'માંથી ઉપર ઉઠ્ઠત કરેલા રાજશેખરસૂરિના શ્લેકથી જણાય છે કે “અલંકારમાદધિ” ઉપરાંત નરેન્દ્રપ્રભે “કાકુWકેલિ” નામે એક કૃતિ રચી હતી. એક જૂના ગ્રન્થભંડારની સૂચિ ઉપરથી જણાય છે કે “કાકલ્થકેલિ” એ નાટક હતું૧૫૭ તથા એનું ગ્રન્થમાન અથવા ગ્રન્થાગ ૧૫૦૦ શ્લોકનું હતું. ૧૫૮ “કાકુસ્થલિના વસ્તુને નિર્દેશ એ સૂચિમાં નથી, પરંતુ કૃતિના નામ ઉપરથી અનુમાન થાય છે કે રામાયણને લગતું કંઈક ઈતિવૃત્ત એમાં હશે. “કાકુસ્થલિની કોઈ હસ્તપ્રત હજી સુધી જડી નથી. વસ્તુપાળનાં બે સ્તુતિકાવ્યો નરેન્દ્રપ્રભસૂરિએ રચ્યાં છે; બન્નેનું નામ વસ્તુપાલપ્રશસ્તિ છે. એકમાં ૧૦૦ શ્લેક છે જ્યારે બીજામાં ૩૭ બ્લેક છે. એમાંની ૧૦૪ શ્લેકવાળી પ્રશસ્તિ વસ્તુપાળની એક સંધયાત્રા પ્રસંગે શત્રુંજય ઉપર રચાઈ હોય એમ શત્રુંજયને એમાં જે રીતે નિર્દેશ કરવામાં આવ્યો છે તે ઉપરથી અનુમાન થાય છે (રૈવ
મનોજ્ઞમાdહુમા ચ૦ શ્લેક ૭૮; વ =અનિટૌડ બ્લેક ૮૨). એના ૭૭ થી ૯૮ સુધીના પ્લેકામાં યાત્રા દરમ્યાન વસ્તુપાળે કરેલાં સત્કૃત્યેની યાદી આપી છે તેથી પણ આ અનુમાનને પુષ્ટિ મળે છે. એ જ પ્રમાણે ૩૭ શ્લોકવાળી ટૂંકી “વસ્તુપાલપ્રશસ્તિ માટે એમ કહી શકાય કે એ સંઘયાત્રાનો પ્રારંભ થયે એ સમયે તે રચાઈ
૧૫૬. “અલંકારમહેદધિ, પૃ. 3 : ૧૫૭. “પુરાતત્ત્વ” વૈમાસિક, પુ. ૨, પૃ. ૪૨૬
૧૫૮. મુખ્યત્વે જૈન ગ્રન્થકારો અને લેખકોએ કૃતિને વિસ્તાર સૂચવવા માટે આ પ્રથાગ્રની યુક્તિ છ છે એ પ્રસિદ્ધ છે. કૃતિ ગદ્યમાં હોય કે પદ્યમાં, પણ ૩૨ અક્ષરના શ્લોકન-અનુષ્ણુપને એકમ તરીકે સ્વીકારીને પ્રત્યક્ષરગણનાથી આ ગ્રન્થમાન અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org