________________
૯૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની પટ્ટાવલિ આપી છે. પટ્ટાવલિનો પ્રારંભ મહેન્દ્રસૂરિ નામે આચાર્યથી ઉદયપ્રભસૂરિ કરે છે. મહેન્દ્રસૂરિ આગમના મહાન વિદ્વાન હતા અને પ્રમાણશાસ્ત્રમાં પ્રવીણ હતા. એમના શિષ્ય શાન્તિસૂરિ હતા, જેમણે પોતાને જ્ઞાનથી દિગંબને પરાજિત કર્યા હતા. એમના બે શિષ્ય આનંદસૂરિ અને અમરચન્દ્રસૂરિ હતા, જેઓ ધર્મરૂપી હસ્તીના દંકૂશળ જેવા હતા. સાહિત્યના અતાગ સાગરનું મંથન કરવામાં તેઓ મંદરાચળ સમાન હતા અને બાલ્યાવસ્થામાં પણ તેમણે પ્રતિવાદીઓ ઉપર વિજય મેળવ્યો હતો તેથી રાજા સિદ્ધરાજે તેમને “સિંહ-વ્યાધ્રશિશુક” કહ્યા હતા. તેમની પછી હરિભદ્રસૂરિ થયા જેઓ પોતાના સગુણને કારણે
કલિકાલગૌતમ” તરીકે ઓળખાતા હતા. એમના શિષ્ય વિજયસેનસૂરિ હતા, જેમની વાણી સંસારને અગ્નિ શાન્ત કરવા માટે વર્ષના જલ સમાન હતી. પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે વિજયસેનસૂરિ જ્યારે અણહિલવાડમાં હોય ત્યારે એ નગરના સ્થાપક વનરાજે બંધાવેલા પંચાસરા પાર્શ્વનાથના મન્દિરમાં દરરોજ પોતાનું ધાર્મિક વ્યાખ્યાન આપતા.
વસ્તુપાળના કુટુંબ સાથે વિજ્યસેનસૂરિને ઘનિષ્ઠ સંબંધ
૧૧. કુલગુરુ વિજયસેનસૂરિને સંબંધ વસ્તુપાળના કુટુંબ સાથે સ્વાભાવિક રીતે બહુ નિકટને હતો. આ નિકટતા વર્ણવતે એક લાક્ષણિક પ્રસંગ મેરૂતુંગે વર્ણવ્યો છે. તે લખે છેઃ “અનુપમાદેવીનું અવસાન થતાં તેજપાળના હૃદયમાં આરૂઢ થયેલી શેકગ્રન્થિ કેમેયે દૂર થતી નહતી, તેથી ત્યાં આવેલા વિજયસેનસૂરિ જેવા ઉત્તમ પુરુષે તેને શોક ટાઢા પાડ્યા, એટલે કંઈક ચેતના આવતાં (પિતાની નબળાઈ માટે) કંઈક શરમાતા તેજપાળને સૂરિએ કહ્યું: “અમે આ પ્રસંગે તમારે દંભ જોવા આવ્યા છીએ.” ત્યારે વસ્તુપાળે પૂછયું કે “એ વળી શું ?” એટલે ગુરુએ જવાબ આપે: “અમે બાળક તેજપાળના લગ્ન માટે ધરણિગ પાસે એની પુત્રી અનુપમાનું માગું કર્યું હતું, અને પછી એ સંબંધ નક્કી થયે હતું, પણ તે કન્યા બહુ કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તોડવા માટે ચંદ્રપ્રભ જિનના મન્દિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાળને આઠ દ્રમ્પને ભેગ ધરાવવાની માનતા તેજપાળે કરી હતી. હવે એ સ્ત્રીના વિયેગથી આ દુઃખ થાય છે, તે આ બે વાતમાં સાચું શું ?” આ મૂલ સંકેતથી તેજપાળે પિતાના હૃદયને દઢ કર્યું. ૧૨૧
૧૨૧. પ્રચિ, પૃ. ૧૦૪-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org