________________
૯૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ અને વસ્તુપાળે અમરચન્દ્રનું સિંહાસન સર્વ કવિઓમાં પ્રથમ મૂકયું. બીજે એક શ્લેક “ઉપદેશતરંગિણી'માં નેંધાયું છે. અમરચન્દ્રનું વ્યાખ્યાન સાંભળવા માટે એક વાર વસ્તુપાળ જતો હતો. એ વ્યાખ્યાનગૃહના બારણામાં હતા અને આચાર્ય નીચેની બ્લેકપંક્તિ બોલ્યા
अस्मिन्नसारे संसारे सारं सारङ्गलोचना । આ સાંભળીને, આચાર્યનું ચિત્ત સ્ત્રીમાં આસક્ત થયું છે એમ માનીને વસ્તુપાળે એમને નમસ્કાર કર્યા નહિ. પછી આચાર્ય લેકને ઉત્તરાર્ધ બોલ્યા–
यत्कुक्षिप्रभवा एते वस्तुपाल भवादृशाः ॥ અને આશ્ચર્ય પામીને વરતુપાળે સંમાનપૂર્વક એમને પ્રણામ કર્યા.૧૧૫
વેણી-કૂપાણ” અમરચન્દ્ર ૧૦૮, સંસ્કૃત સાહિત્યમાં જેમ કાલિદાસ “દીપશિખા-કાલિદાસ તરીકે, માઘ “ઘંટા-માઘ” તરીકે અને હર્ષ “અનંગ-હર્ષ” તરીકે ઓળખાય છે તેમ અમરચન્દ્ર “વેણી-કૃપાણ” તરીકે (પ્રકે, પૃ. ૬૨) પ્રસિદ્ધ છે, કેમકે
૧૧૫. ઉત, પૃ. ૭૪. પ્રકા (પૃ. ૧૦૯-૧૧૧) અને વચ (૪–૪૮૫થી આગળ) ખંભાતના સ્તંભનપાર્શ્વનાથ ચેત્યના અધિષ્ઠાયક મલ્લવાદી ઉપર આ પ્રસંગનું આરોપણ કરે છે, જ્યારે પુકસ (પૃ. ૭૬) ભરૂચના મુનિસુવ્રતસ્વામી-ચૈત્યના અધિષ્ઠાયક બાલહંસસૂરિ વિશે એ વર્ણવે છે. વરસૂરિ અને તેમના શિષ્ય જયસિંહસૂરિ વસ્તુપાળના સમયમાં મુનિસુવ્રતત્યના અધિષ્ઠાયકો હશે (મેરા ૧૨૬), એટલે પુપ્રસંનો ઉલ્લેખ અહીં બંધબેસતું નથી. મલવાદી તો વલભી-સમયમાં થઈ ગયા (પેરા ૮), એટલે એમનું નામ પણ અહીં બંધબેસતું નથી અને ઉતનો વૃત્તાન્ત વધારે વિશ્વાસપાત્ર લાગે છે, એમ મારા અંગ્રેજી પુસ્તક (પૃ.૬૮, ટિ. ૨)માં મેં જણાવ્યું હતું. પરંતુ પૂ. પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજના સંગ્રહમાંથી ત્યારપછી ઉપલબ્ધ થયેલા એક જૂના હસ્તલિખિત પાનામાં, વસ્તુપાળના અવસાન પછી તુરતમાં, સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૧)માં શત્રુંજય ઉપર કોતરાયેલા અને અત્યારે અનુપલબ્ધ એક શિલાલેખની નકલ આપવામાં આવી છે એમાં તત્કાલીન આચાર્યોમાં સ્તંભન પાર્શ્વનાથ ચૈત્યના શ્રીમલ્સવાદી સૂરિને નામે લેખ છે, (જ સત્તરમી પ્રાચ્ય વિદ્યા પરિષદમાં ડે. ઉમાકાનત શાહનો લેખ : એ ફગેટિન ચેપ્ટર ઇન ધ હિસ્ટરી ઓફ વેતાંબર જૈનચર્ચ; એટલે એમના નામની ઐતિહાસિક્તાને પ્રશ્ન રહેતું નથી. તો પણ ઉપર ટાંકેલો મિનારે વાળે પ્રસંગ અમરચન્દ્ર વિશે ગણાય કે બીજા કોઈ આચાર્ય વિશે એને પૂરો નિર્ણય એથી થઈ શકતો નથી. આવી હાજરજવાબી અને શીઘ્રકવિત્વની એકસરખી વાતો જુદા જુદા પ્રસિદ્ધ આચાર્યો કે કવિઓ વિશે પાછળથી ચાલતી હોય એવું પણ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org