SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મની વિચિત્રતા સીતા પ્રત્યેના રાગથી રામચંદ્રજીએ ઘોર યુદ્ધ કરીને સીતાને રાવણથી છોડાવીને ઘેરે લાવ્યા. સીતાજીએ પિતાના સતીત્વ માટે અશિ–પરીક્ષા આપી. એ જ સીતાને લેક અપવાદના ભયથી ને રાજ્યના લેભથી ઘેર જંગલમાં છોડી દીધાં. સીતાજી રામથી વિરક્ત થઈને, દીક્ષા લઈને ઘેર તપ કરીને, સોળમાં સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયાં. તે વખતે રામચંદ્ર મુનિ થઈ સિદ્ધપદની સાધના કરતાં ધ્યાનમાં લીન હતા. સીતાજીએ રામચંદ્રજીની સાથે સ્વર્ગમાં સાથે રહીને ધર્મચર્ચા તથા તીર્થ વંદના કરવાના રાગે, રામચંદ્ર મુનિને સિદ્ધપદની સાધના તથા ધ્યાનમાંથી ચૂત કરાવવા માયાચારીથી સીતાનું રૂપ કરીને ઉપસર્ગ કરવા લાગ્યાં. પરંતુ શ્રી રામચંદ્ર મુનિ તે શ્રેણીમાં આગળ વધીને કેવળજ્ઞાન પામ્યા. રામચંદ્રમુનિને કેવળજ્ઞાન થતાં સીતાજીને જીવ કેવળી પાસે ઉપસર્ગ કર્યાની ક્ષમા માગે છે, ને લક્ષ્મણ, રાવણ તથા પોતાના બે વિષે કેવળીને પૂછે છે. લક્ષ્મણ ચોથી તથા રાવણ ત્રીજી નરકે ગયાનું જાણીને, રાવણ પાસે નરકમાં જઈને, સીતાજી પોતાની ઓળખાણ આપીને પ્રેમથી ધર્મનું સ્વરૂપ સમાવીને સમ્યજ્ઞાન પમાડે છે. જીવનાં પરિણામોની વિચિત્રતા તે જુઓ ! જે રાવણ અને લક્ષ્મણના જીવો પૂર્વે મનુષ્ય તિર્યંચના અનેક ભવ પર્યત સીતાજીના જીવના કારણે એકબીજાને મારતા હતા તે જ લક્ષ્મણ અને રાવણ ભવિષ્યમાં નરકમાંથી નીકળીને મહા–પ્રીતિવંત સગા ભાઈઓ થશે ! ને ત્યાંથી સ્વર્ગમાં સાથે જ ઊપજશે. ત્યાંથી મનુષ્ય થઈને મુનિદાનના પ્રભાવથી ભોગભૂમિમાં સાથે જશે, ને ત્યાંથી સ્વર્ગમાં પણ સાથે ઊપજશે. ત્યાંથી મનુષ્યપણામાં બંને સગા ભાઈપણે રાજપુત્રો થશે ને દીક્ષા લઈને સાતમા સ્વર્ગે જશે. જ્યારે સીતાજીનો જીવ સળમાં સ્વર્ગમાંથી ભરતક્ષેત્રમાં ચક્રવતી થશે ત્યારે રાવણનો જીવ ઈદ્રરથ ને લક્ષ્મણને જીવ મેઘરથ નામના (સીતાજીના જીવના) ચકીપત્રો થઈને મહાધર્માત્મા થશે. ચક્રવતી પિતા (સીતાજીને જીવ) અને પુત્રોને પરસ્પર અતિ સ્નેહ વર્તાશે. સીતાજીને જીવ (ચક્રવતી') મુનિ થઈને ૩૩ સાગરની સ્થિતિએ અનુત્તર વિમાનમાં અહં ઈન્દ્ર થશે અને રાવણુ અને લક્ષ્મણને જીવો પણ અહમિો થશે. ત્યાંથી નીકળીને રાવણને જીવ તીર્થકર થશે ત્યારે સીતાજીને જીવ તેમના પ્રથમ ગણધર ને લક્ષ્મણને જીવ ઘાતકી ખંડપમાં ચક્રવતી પદ સહિત તીર્થકર થશે. અહાહા ! ત્રણે મોક્ષગામી તીર્થકર–ગણધરના દ્રવ્યો હોવા છતાં પરિણામોની કેવી વિચિત્રતા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy