________________
૧૯. શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃણાજી તથા બાબુ વગેરે યોગ્ય ધર્મલાભ:
વિશેષ - મહા વદિ આઠમના રોજ વાસદ અવાયું છે. પરંતુ - જમણાં અંગુઠાના પગ પાસે ધોરી નસ પર પાકવાથી (ગુમડાં જેવું થતાં) નહીં ચલાવાથી વિહાર બંધ થયો છે. હજી રૂઝ આવી નથી તેથી ક્યાં સુધી અહીં રહેવાશે તેનું નક્કી નથી. બે ત્રણ દિવસમાં સારૂં થતાં વિહાર થાય વા વિશેષ દિવસ થાય તેનું નક્કી કહેવાય નહીં. બને તે ખરૂં દવા ચાલે છે. ચિંતા કરવા જેવું નથી. ફક્ત ધોરી નસ પર પાકવાથી ચાલવામાં અડચણ આવે છે.
કર્મનો ધાર્યો મનસુબોભાઈ બ્રહ્માથી નહિં ફરે, કર્મને કરવું હોય તેમ કરે.
એવું થયું છે. ધર્મ સાધન કરશો, મનનું ધાર્યું મનમાં રહી જાય છે. જે ચેતશે તે સુખી થશે ધર્મ કાર્ય લખશો.
મુ. મુંબાઈ લે. બુદ્ધિસાગર ૨૦. તત્ર વિનયવંત વિચક્ષણ વિવેકી મુનિરાજશ્રી અજીત સાગરજી તથા સૌભાગ્ય સાગરયોગ્ય અનુવંદનાનું વંદના વાંચશો.
વિશેષ તમારો પત્ર આવ્યો તે પહોંચ્યો છે. શાસ્ત્રીજીને કહ્યું છે. પાસ માટે તમો સગવડ કરશો વિશેષ થાણાં જવું હોય તો સુખે દર્શન કરવા જશો. તમારા આત્માને સ્થિરતા રહે તેમ કરશો. કાર્ય હોય તો જરૂર લખશો. હાલ સંસ્કૃત ભણવાનો વખત છે. સિદ્ધાંતોમાં પ્રવેશ કરવા સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવું જોઈએ. હજી તમારી ઉમર છે. વ્યાખ્યાન અને ભણવું મહાયત્ન થાય છે. વિદ્વાન થવું
RSS
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
રક
૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org