________________
મુ. અમદાવાદ.
૪.
મુંબાઈ, સુશ્રાવક ઝવેરી જીવણચંદભાઈ ધર્મચંદભાઈ યોગ્ય ધર્મલાભ. ઉત્તમ પુરૂષો દીર્ધ દૃષ્ટિ ધારણ કરીને સ્વપકલ્યાણાર્થે યોગ્ય પ્રવૃત્તિ આદરે છે. ક્ષણિક આયુષ્ય અવબોધીને જે ધર્મકાર્યોથી સ્વપરની ઉન્નતિ થાય તેવાં કાર્યો કરવા જોઈએ. સત્યના માર્ગમાં ગમન કરવું અને અસત્ય માર્ગથી પાછા હઠવું. દુનિયાના મનુષ્યોના ભિન્ન ભિન્ન વિચારો સાંભળીને તેમાંથી સ્વબુદ્ધયનુસારે સાર ખેંચવો. વીતરાગનાં વચનોના આધારે આત્મકલ્યાણ કરવા પ્રયત્નશીલ થવું. આ જગતમાં જે મનુષ્ય સત્યવિવેકથી કાર્ય કરે છે તે મુક્તિને પામે છે. પોતાના મનમાં જે જે વિચારો ઉઠે તે બરાબર યોગ્ય છે કે કેમ? તેને પુનઃ પુનઃ વિચાર કરી જવો. અનુભવી બુદ્ધિશાળી અને ઠરેલ મનુષ્યોના સદ્વિચારોના અનુસારે ધાર્મિક કાર્યો કરવાથી પરિણામે ભવિષ્યમાં અત્યંત લાભ થાય છે. સજ્જન અને જ્ઞાની મનુષ્યોનાં હૃદય ઘણાં ગંભીર અને અનેક આશયોથી ભરેલાં હોય છે. તેઓના આશયોને અવબોધવા પ્રયત્ન કરવો જોઈએ. ઉત્તમ પુરૂષો પોતાનાં કાર્ય સમાપ્ત કરીને અન્યોને તેઓનું પરિણામ બતાવે છે. વર્તમાન અને ભવિષ્યકાલમાં કરોડો મનુષ્યોને જે ગુરૂકુળો વિગેરે ધર્મ કાર્યો કરવાથી સુખ મળે તે તે કાર્યોનો આરંભ કરીને તેઓને પૂર્ણ ક૨વા લક્ષ્ય દેવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીની આરાધના સદાકાળ કર્યા કરવી. જડ વસ્તુઓમાં સુખ નથી એમ નિશ્ચય કરીને વીતરાગ વાણી અનુસારે વ્યવહાર અને નિશ્ચય નયથી જૈન ધર્મની આરાધના કરશો. દેવગુરૂ ધર્મની આરાધનામાં તત્પર રહેશો આત્મશાંતિ તરફ ઉપયોગ દેશો.
Jain Education International
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org