________________
લેવી. પશ્ચાત રૂબરૂમાં મળતાં ખુલાસો કરી લેવો. આમ તત્ત્વ વાંચન, એકાન્તમાં સ્થિર ચિત્તથી ક૨વાથી પ્રતિદિન જ્ઞાનની વૃદ્ધ થયા કરશે અને અદ્ભૂત અનુભવ આવશે. વાંચતી વખતે જે વિષય ચાલતો હોય તેમાં મનને એકાગ્ર કરવું. જે વિષય ચાલતો હોય તેમાં તદાકારમન કરી દેવું. મનમાં તદાકા૨ણેય ભાસવાથી જ્ઞાનની વૃદ્ધિ થયા કરશે. ઘોંઘાટ કે ઘણાં મનુષ્યો કલબલ હાહો કરી રહ્યા હોય ત્યાંથી દૂર થઈ એકાન્તમાં વાંચવું. વાંચતી વખતે અન્યના શબ્દો સંભળાય તેમાં લક્ષ્ય આપવું નહિં. જે પુસ્તક વાંચીએ તેના ઉપર તથા તેના કર્તા ઉપર ભક્તિ ધારણ કરવાથી વિશેષ જ્ઞાન થતું જાય છે. હુશિયારી રાખવી, લોકોના બોલવા ઉપર વિચાર કર્યા વિના વિશ્વાસ લાવવો નહિં. સાવચેતીથી ચાલવું, સદ્ગુરૂ નિંદકોની સંગતિ કરવી યોગ્ય નથી. આત્માના સત્યવિચાર ઉપર દઢ રહેવું. ૨. ધર્મબંધો સુશ્રાવક.......... યોગ્ય ધર્મલાભ.
વ્યવહારિક કેળવણીથી મનને કેળવો તો તેની સાથે ધાર્મિક કેળવણીથી દ૨૨ોજ મનને કેળવતા રહેશો. વખતનો સદુપયોગ સોનેરી તક છે. વિજકે ઝબુકે મોતી પરોઈ લે, સૌ પોઈ લે. આ કહેણીનો અર્થ જો આત્માની સાધ્ય દશા તરફ ઉતરશો તો માલુમ પડશે કે ધર્મની અત્યંત આવશ્યકતા છે. આત્મસ્વરૂપ ગ્રંથ ફરીને વાંચી જશો... પુછતા રહેશો. તેમના સમાગમથી કંઈ પણ આત્માની ચર્ચાનો લાભ મેળવી શકશો. માતાજીના સમાગમથી પણ આત્મજ્ઞાન જ મેળવવું જોઈએ. વખતની એવી યોજના ક૨વી જોઈએ કે જેથી અમુક કાળે અમુક કલાક ધર્મની આરાધના તો થાય. દેવગુરૂ ભક્તિ તો દ૨૨ોજ સ્તુતી દ્વારા થવી જોઈએ. દેવની, સદ્ગુરૂની છબી સામુ જોઈ રહી તેમના ગુણો તથા ઉપદેશનું સ્મરણ કરતાં આત્માની શક્તિ સતેજ
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org