________________
શુદ્ધ ચિત્ત મક્ષ ક્ષેત્ર પામી ખુદા પ્રભુને પામીએ, એ અલખ નિર્ભય આત્મધારી દોષ સઘળાં વામીએ, છે ચૌદ ભુવન વસ્તુ જે શરીરમાં તે તે અહો, કદી બાહ્ય ભાવે ભટકશો નહિ આત્મભાવે ઝટ રહો. પણ સાગર હૃદયને સ્વાત્મ વિષ્ણુ ચેતના લક્ષ્મી ખરી, યોગીઓએ આત્મધ્યાને, સાચી વિદ્યા ઝટ વરી, આત્મજ્ઞાન વિના નહીં શીવ શું બાહ્ય દેવમાં શું દહો, ક્રિયા કપટની મુક્તિ નહીં દે સાર સમજી મન કહો T૬TI જો મિત્ર મારા અલખરૂપી, અલખ દેશે હાલજે, જૂઠ સમજી બાહ્ય દુનિયા, સત્ય શિવપુર ચાલજો, રંગાઈને તું આત્મભાવે શુદ્ધ સ્થિરતા લાવજે, બુધ્યાબ્ધિસંગી મિત્ર મારા આત્મદેશે આવજે ૭!
(પા. ૧૫૦ ભ. ૫. ભા. – ૪) આ. બુદ્ધિસાગરસૂરિના પત્રો સ્વરૂપને અનુરૂપ પણ મળે છે તો પત્રો લેખરૂપે પ્રાપ્ત થાય છે. આવા પત્રોને સ્વરૂપની દષ્ટિએ પત્રમાં સમાવવા કે કેમ એ દ્વિધાજનક છે પણ એમની શૈલી અને વિચારો એવા છે કે તેઓ આવા વિસ્તારથી દૂર રહી શકતા નથી. તત્ત્વજ્ઞાનને લગતા વિચારો, નિશ્ચય અને વ્યવહાર જ્ઞાન અને ક્રિયાનય - નિક્ષેપ, મોક્ષ, દ્રવ્ય - ભાવ, અનેકાંતવાદ વગેરેનો આશ્રય લઈને પત્રો લખાયા છે એટલે વ્યાખ્યાત્મક અને વિશ્લેષણાત્મક શૈલી બની છે. પરિણામે આ પત્રો દીર્ધસ્વરૂપ ધારણ કરે છે. પૂ. શ્રીના પત્રો ચિંતનાત્મક ગદ્યને અનુસરે છે. આત્માસ્વરૂપને પામે અને તેના છેજ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણનો વિકાસ થાય તેવા શુભ હેતુથી જૈન દર્શનના સિદ્ધાંતોને અનુલક્ષીને વિચારો પ્રગટ કર્યા છે. પત્રગત
દ્મ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
ધિ ટ્રસ્ટ, અમદાવાદ,
3
૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org