________________
જ પત્રોનો સમાવેશ થયો છે. તદુપરાંત મહેસાણા નિવાસી ગુરૂ બક્ત વાત
શ્રીયુત મોહનલાલ નગીનદાસ ભાંખરીઆ ઉપરના પત્રો તેમજ પ્રસંગોપાત લખાયેલા અન્ય પત્રો પણ સ્થાન પામ્યા છે.
એક નોંધપાત્ર હકીકત એ છે કે પૂ. અજિતસાગરસૂરિ પ્રથમ સ્થાનકવાસી મતમાં દીક્ષા લઈને વિચારતા હતા તેમ છતાં પૂ. શ્રીએ ધાર્મિક સહિષ્ણુતાથી એમની સાથે પત્રો લખ્યા હતા. પૂ. શ્રીના ગુણાનુરાગથી પ્રભાવિત થઈને સ્થા. પંથના સાધુ અમીધરજી ઋષિરાજ પત્ર લેખકના પટશ્વર શિષ્ય બન્યા હતા. વડોદરાની હાઈકોર્ટના જજ શ્રી જયંતિલાલ ઓચ્છવલાલ મહેતા ગૂર્જર સાહિત્ય પરિષદના સ્થાપક શ્રી રણજીતરામભાઈ વાવાભાઈના જમાઈ પરના પત્રો પણ પ્રગટ કરવામાં આવ્યા છે. પત્રોની વિવિધતામાં ચિરસ્મરણીય પત્ર તો એ છે કે પૂ. શ્રીએ સ્વર્ગગમન કર્યું ત્યાર પહેલાં અંતિમ સમયની સ્થિતિ જાણીને જૈન-જૈનેત્તરવર્ગની હિતકારક એવો છેલ્લો પત્ર લખ્યો હતો તે ગુરૂજીના અંતિમ પત્ર ઉપદેશ રૂપે પ્રગટ કરવામાં આવ્યો છે.
એમના પત્રો વિચારોમાં જૈન ધર્મના નયવાદનો પ્રભાવ પડ્યો છે. એમના પત્રો વ્યવહારનય અને નિશ્ચય નયની દૃષ્ટિએ વાંચવા જોઈએ. આત્મારૂપ મહાવીરનું સ્વરૂપ સાતનયની અપેક્ષાએ સમજાવ્યું છે. આ પત્રો શ્રાવકવર્ગને સન્માર્ગે લાવવા તથા સમ્યક દૃષ્ટિ કેળવવા માટે લખાયા છે. આજે નહિ તો ભવિષ્યમાં પણ તેઓમાં પરિવર્તન આવે અને શાસ્ત્રોક્ત માર્ગે જીવન વિતાવે એવી ભાવનાથી પત્રો લખ્યા છે. પત્ર લેખક પ્રસ્તાવનામાં એક મહત્ત્વની વાત જણાવે છે કે,
“મારા હૃદયના શુદ્ધભાવ મેં પત્રો લખ્યા છે તથા મને તો આત્મશુદ્ધિ થવાની ધારણા છે અને અન્ય વાચકોને સર્વ પત્રો
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. રીક
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org