________________
- વિનયાદિ ગુણ વિભૂષિતતા સાધ્વીશ્રી મંગળાશ્રીજી આદિ." અનુવંદન સુખશાતા સહ જણાવવાનું કે તમારું શરીર હવે અનેક રોગથી ઘેરાતું જાય છે. એટલે હવે શરીર કહે છે કે તમારો અને મારો સંબંધ પૂરો થવા આવ્યો છે. હવે શરીર દ્વારા નામકર્મનો ભોગવટો સમાપ્ત થવા આવે છે ત્યારે આપણે પણ જે આપણને આરાધનામાં વિઘ્ન કરી જવા માગું છું તેના ઉપર થોડો પણ રાગ શા માટે રાખીએ. શરીરનો ઉપયોગ ધર્મરાધનામાં થાય ત્યાં સુધી એને સાચવીએ. હવે જ્યારે એ શરીર રોગો દ્વારા આપણને આરાધનામાં અંતરાય નાંખે છે તો એનો મનથી ત્યાગ જ કરી દેવો જોઈએ. છતાં આજ સુધી આપણે એનાથી આરાધના કરી છે. એટલે છેલ્લો છેલ્લે એ પણ એમાંથી સાધી લઈએ. એટલા પૂરતો જ ઔષધોપચાર લેવાનો છે. રોગોને જેટલા હુમલા કરવા હોય તેટલા હુમલા કરે પણ નવકાર મંત્રનું સ્મરણ જરા પણ તૂટે નહિ. એનો ખૂબ ખ્યાલ રાખવો. જેટલી નવકારમંત્રની આરાધના થશે તેટલું રોગનું સહન કરવાનું બળ વધે છે. રોગમાં જ સહન શીલતા એ જ એક કર્મના ઘા ન લાગે તે માટેનું બખ્તર છે. માટે પોતે નવકાર ગણવા અથવા બીજા પાસે સાંભળ્યા કરવા. આખો નવકાર ન ગણાય તો “અરિહંત” આટલા પદનો જાપ કરવો. કર્મ રોગને દૂર કરનારો
અરિહંત' નો જાપ એ જ રામબાણ ઈલાજ છે. આત્મામાં નિશ્ચયનયથી કોઈ રોગ નથી પણ કર્મના સંયોગના લીધે જ આત્મા રોગી બન્યો છે. માટે આ શરીરના રોગ તરફ ખ્યાલ ન કરતાં કર્મ રોગનો ખ્યાલ કરી અશાતાના ઉદયને સમભાવે ભોગવી લેવાય.
એ જ કર્મને શક્તિનો પરમ ઉપાય છે. નરકમાં આ આત્મા એ ઘણી છે. ઘણી વેદનાઓ સહી એટલે આત્મામાં સહન કરવાની નક્કર તક છે પણ આત્મ વીર્ય પ્રગટાવે તો બને તેટલી વીર્ય પ્રગટાવવા ત્રી
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
D1
૪૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org